પાટણની નિષ્ફળ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ઉઠી અનેક ફરિયાદો…
પાટણની મારુતિ પાર્ક સોસાયટીમાં ભૂગર્ભ ગટર લીકેજ થતા પીવાના પાણીમાં મિશ્રણ થતા રોગચાળાની સ્થિતિનું નિર્માણ સર્જાયું…
પાટણ તા. 1
પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લીકેજ થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે બીજી તરફ ભૂગર્ભ ગટર ના પાણી પીવાના ચોખ્ખા પાણી સાથે મિશ્રણ થઈ જતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવાની શકયતાઓ નકારી શકાય તેમ નથી જ્યારે આવી જ સમસ્યાની વાત કરવા જઈએ તો પાટણ શહેરના છીડિયા દરવાજા બહાર આવેલ પારેવા સર્કલ નજીક મારુતિ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટરમાં ભંગાર થતા પીવાના ચોખ્ખા પાણીમાં મિશ્રણ થતા મારુતિ પાર્ક માં રહેતા લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
મારુતિ પાર્ક સોસાયટી ના સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર મારુતિ પાર્કમાં મકાન નંબર 14 નજીક ભૂગર્ભ ગટર ની પાઇપલાઇન લીકેજ થતા નજીકના ઘરોમાં આ લીકેજ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ જઈને ઘરોમાં ફરી વળતાં ઘરોમાં પડેલ સરસામાન ને નુકસાન થયું હોવાનું પણ મારુતિ પાર્ક ના સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું.
આ સમસ્યા ની મારુતિ પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર પાટણ નગરપાલિકા ખાતે રજૂઆતો કરવામાં આવી હતી તો પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરોને તેમજ કામદારોને મારુતિ પાર્કમાં સમસ્યાન નું નિવારણ કરવા મોકલી આપ્યા હતા.
પરંતુ આ પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર સહિત કામદારો મુક પ્રેક્ષક ની જેમ નજર કરી પાછા પરત ફરતા પાટણ શહેરની મારુતિ પાર્ક સોસાયટીમાં આ લીકેજ ભૂગર્ભ ગટરનું દિવસો વીતવા છતાં નિરાકરણ ના આવતા મારૂતી પાર્કના રહીશો પાલીકા સતાધીશો સામે રોષની લાગણી ભભૂકી ઊઠવા પામી છે.