નિઃશુલ્ક સ્પોકન ઈંગ્લીશ વર્ગો શરૂ કરી શેઠ એમ.એન.હાઈસ્કૂલે સમગ્ર જિલ્લા અને રાજ્ય ની ગ્રાન્ટેડ શાળાઓમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે..
પાટણ તા.4 શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓને મૂલ્યવાન ભાષા કૌશલ્યથી સજ્જ કરવા તરફના એક મહત્વ પૂર્ણ પગલા તરીકે ઉત્તર ગુજરાત યુવક મંડળ, સંચાલિત શેઠ.એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં સોમવારનાં રોજ નિઃશુલ્ક સ્પોકન ઇંગ્લિશ વર્ગ નો શુભારંભ પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો. આ શુભારંભ કાર્યક્રમ માં ઉત્તર ગુજરાત યુવક મંડળ ના વહીવટી દિનેશભાઈ પટેલ,શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર અને સ્ટાફ મિત્રો તથા વિધાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. પાટણ જિલ્લા Deo અશોકભાઈ ચૌધરીએ પોતાના સંબોધન માં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓ માં સ્પોકન ઇંગ્લિશના વર્ગો શરુ કરવાની નવતર પહેલ કરવા બદલ શાળાના નવનિયુક્ત આચાર્ય સહિત સ્ટાફ ને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આ વર્ગ માં જે શીખવાના છો તે પરીક્ષા નું ભારણ નથી. આ વર્ગમાં તમે સારી રીતે તૈયાર થશો તો આપ અંગ્રેજી ભાષાથી સમૃદ્ધ થશો,જેના કારણે ઉચ્ચ શિક્ષણમાં જવાનુ થાય ત્યારે જેમ કે C.A, IIT અથવા અન્ય અભ્યાસમાં જ્યાં અંગ્રેજી માધ્યમ જ હોય છે તો ત્યાં સરળતાથી સારી રીતે આપ આગળ વધી શકો છો. આજનાં સમયમાંવાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી શીખવા અને વિદેશમાં શિક્ષણ મેળવવા અને ત્યાં સ્થાયી થવા માટે ગાંધીનગર-અમદાવાદ જેવા શહેરોમાં IELTS કલાસોની મોંઘીદાટ ફી ભરી રહ્યાં છે. ત્યારે આ શાળાનાં બાળકોને મોંઘી દાટ ફી ભરીને આવા કલાસ ન કરવા પડે અને શાળા માંજ તેમને સ્પોકન ઈંગ્લીશ શીખવા મળે તેઓ વિચાર શાળાના નવ નિયુક્ત આચાર્ય ધનરાજભાઈ ઠક્કર ને આવ્યો અને તેમણે શાળાના અંગ્રેજી વિષય ના મદદનીશ શિક્ષક પાર્થ ભાઈ ને સ્પોકન ઈંગ્લીશ ના વર્ગો શાળા માં શરૂ કરવાનું સૂચન કરતાં પાર્થ ભાઈએ આ સૂચનને સ્વીકારી શાળા ના બાળકો માટે એક આગવી પહેલ શરૂ કરી છે.
નિઃશુલ્ક સ્પોકન ઇંગ્લિશ વર્ગની શરૂઆત એ સર્વગ્રાહી શિક્ષણ પ્રદાન કરવાની શેઠ એમ.એન. હાઈસ્કૂલની બાળકો પ્રત્યેની પ્રતિબદ્ધતા નો પુરાવો છે,જે શાળા ના બાળકોને વૈશ્વિક પ્રતિસ્પર્ધા માટે તૈયાર કરશે. સ્પોકન ઇંગ્લિશ એ માત્ર આવશ્યક સંદેશા વ્યવહાર કૌશલ્ય જ નથી પરંતુ શૈક્ષણિક અને વ્યાવસાયિક સફળતા માટેનું મુખ્ય પરિબળ પણ છે. આ પહેલનો ઉદ્દેશ ભાષાના અંતરને દૂર કરવાનો અને વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા સાથે સશક્તિકરણ કરવાનો છે. સ્પોકન ઇંગ્લીશ વર્ગોનું આયોજન શાળાના જ અંગ્રેજી શિક્ષક પાર્થ જોષી દ્વારા શાળા સમય સિવાય નાં વધારાનાં સમયમાં આયોજિત કરવામાં આવશે, જે શિક્ષક ની વિદ્યાર્થીઓ પ્રત્યેની ઉમદા લાગણીઓ અને સાચા કર્મયોગી હોવાનું પ્રતિપાદિત કરે છે. અંગ્રેજી શીખવાની આનંદપ્રદ અને રસપ્રદ પદ્ધતિ અને ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા વિદ્યાર્થી ઓનો અંગ્રેજી પ્રત્યેનો અણગમો દૂર થશે. અંગ્રેજી બોલવા, સાંભળવા, વાંચન અને લેખન કૌશલ્યો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પર સારી રીતે પકડ મેળવી શકે. આ પહેલ દ્વારા શેઠ એમ.એન. હાઈસ્કૂલે સમગ્ર જિલ્લામાં અને રાજ્ય ની ગ્રાન્ટેડ શાળાઓ માં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
અહેવાલ યશપાલ સ્વામી