fbpx

પાટણ થી રાધનપુર નેશનલ હાઈવે નં.૬૮ના રસ્તાની મરામત કરવા પાલિકા ના કોર્પોરેટરે તંત્રને લેખિત રજૂઆત કરી..

Date:

પાટણ તા. 27
પાટણ થી રાધનપુર નેશનલ હાઈવે નં.૬૮ જે સેકશન પાટણ-હારીજ ત્રણ રસ્તા સુદામા હોટલ પાસેથી સુદામાં ત્રણ રસ્તાથી હારીજ તરફ જતા રોડમાં મોટા પ્રમાણમાં ભંગાણ થયેલ છે. સદર રસ્તો વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ તરફ જતો હોઈ સદર રસ્તા ઉપરથી દેશ-વિદેશના પ્રવાસીઓ પસાર થતા હોય છે. આ મોટા પ્રમાણમાં ભંગાણ થયેલ રોડના કારણે તે પ્રવાસીઓને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ ભારે વાહનોને તથા નાના વાહનોને ખુબજ પ્રમાણમાં તકલીફો વેઠવી પડે છે. સદર રસ્તો કચ્છ જીલ્લા અને કંડલા જીલ્લા પોર્ટને જોડતો અતિ મહત્વનો રોડ ધરાવતો હોઈ આ રસ્તા ઉપર ખુબજ પ્રમાણમાં ટ્રાફિક રહે છે અને રોડમાં મોટા પ્રમાણમા ભંગાણ થયેલ હોવાથી નાના-મોટા અકસ્માત પણ સર્જાય છે.અગાઉ પાલનપુર ઓફિસમાં વારંવાર મૌખિક રજુઆત કરવા છતાં આજદિન સુધી ઉપર મુજબના રોડની મરામતનું કામ કરવામાં આવેલ નથી. જેના કારણે આમ જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ અમારી માંગણી અને લાગણી મુજબ આ રોડની મરામત તાત્કાલિક કરાવવા પાટણ પાલિકાના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગના સહિત ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભા બેઠક ભાજપે ઓછી સરસાઈ સાથે જાળવી રાખી..

પાટણ લોકસભા બેઠકના ઉમેદવારો ને મળેલ મતોમાં સૌથી વધુ...

યુવતીને ચાહનારા યુવકે યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના સાગરીતો સાથે મળીને માર માર્યો..

બનાવની ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી...