પરિક્ષા થી લઈને પરિણામ સુધીની યુનિવર્સિટી પરિક્ષા વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ..
પાટણ તા. 4 પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીસંલગ્ન કોલેજોમાં ઓક્ટોબર તા. 10 થી પ્રથમ તબક્કામાં યુજી સેમ 5 અને પીજી સેમ 3 પરિક્ષા અને બીજા તબક્કાની તા.26 ઓક્ટોબર થી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે જેને લઇ હાલમાં વિદ્યાર્થીઓ સહિત કોલેજ માંથી ફ્લેટ ફી ભરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આગામી ઓક્ટોબર માસમાં પ્રથમ તબક્કાની સેમેસ્ટર 5 અને બીજી સેમેસ્ટર ત્રણની પરીક્ષાનો પ્રારંભ થશે. જ્યારે બીજા તબક્કાની 26 ઓક્ટોબરથી સેમ 3 ની પરીક્ષા નો પ્રારંભ થવાનો છે.જેમાં બે તબક્કાની પરીક્ષા માં અંદાજીત 60 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેને લઈ હાલ માં યુનિવર્સિટી પરીક્ષા વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામા આવી છે.તો લેટ ફી સાથે વિદ્યાર્થીઓ અને કોલેજ દ્વારા 6 તારીખ સુધી પરીક્ષા ફી ભરવાની રહેશે .
યુનિવર્સિટી પરિક્ષા નિયામકે જણાવ્યું હતું કે અગામી ઓક્ટોબર – ડિસેમ્બર ની પરીક્ષા નો પ્રથમ તબક્કો 10 ઓક્ટોબર થી બીજો તબક્કો 26 ઓક્ટોબર થી શરું થનાર છે.બન્ને તબક્કા માટે પરીક્ષા ના ફોર્મ ભરવાની પક્રિયા પૂર્ણતાના આરે છે.6 સપ્ટેબર સુધી માં લેટ ફી સાથે જે કોલેજ ના વિદ્યાર્થીઓ ના ફોર્મ કોલેજ દ્રારા જમા કરવાની છેલ્લી તારીખ છે. આગામી પરીક્ષા ને લઈ યુનિવર્સિટી પરીક્ષા વિભાગ દ્રારા ફોર્મ ભરવા થી લઈ બેઠક વ્યવસ્થા થી લઈ પરિણામ વહેલા જાહેર થઈ શકે તે દિશા માં કાર્યવાહી ચાલી રહી હોવાનું પરિક્ષા નિયામકે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી