google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બનાસકાંઠા ની કરોડો ની લૂટ નો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી પાટણ એલસીબી ટીમ…

Date:

લૂટના તમામ મુદ્દામાલ સાથે છ આરોપીઓને દબોચી બનાસકાંઠા પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરાઈ..

પાટણ તા. 6 બનાસકાંઠા જીલ્લાનાં પાલનપુર તાલુકા પો.સ્ટેમાં મંગળવારે નોધાયેલ સોનાના દાગીના ૬ કીલો ૯૨.૮૭ ગ્રામ કિંમત રૂપિયા ૩,૧૮,૫૧,૬૮૦/- લુંટ ના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પાટણ જીલ્લા એલસીબી પોલીસ ટીમે ઝડપી કાયદેસરની કાયૅવાહી માટે આરોપીઓને પાલનપુર તા. પોલીસને સોપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ ગઇ કાલ મંગળવારે તા.૫/૯/૨૦૨૩ ના સાંજના ૭ -૩૦ વાગ્યા ના સુમારે એક ગોલ્ડન કલરની ટોયોટો કોરોલા ગાડીમાં આવેલ અજાણ્યા ઇસમો એ અશોકભાઇ બાબુભાઇ દેસાઇ રહે અમદાવાદ ,ચાંદખેડાવાળા ની ગાડી આગળ તેમની ગાડી કરી તેઓની ગાડી ઉભી રખાવી ગાડીમાં બળજબરી પુર્વક બેસી છરા બતાવી ગાડીને અજાણ્યા કાચા રસ્તે લઇ જઇ ચાલુ ગાડીએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાડીમાં બનાવેલ બે ગુપ્ત ખાનાઓમાં રાખેલ સોનાના દાગીના વજન ૬ કીલો ૯૨,૮૭ ગ્રામ કિંમત રૂપિયા- ૩,૧૮,૨૬,૬૮૦/- તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૨૫૦૦૦/- મળી કુલ રૂપિયા- ૩,૧૮,૫૧,૬૮૦૪ ની લુંટ કરી નાશી ગયેલ જે બાબતે ભોગ બનનાર દ્રારા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં- ૮૪૭/૨૦૨૩ ઇપીકો કલમ૩૯૫, ૩૬૫, ૩૪૧, ૫૦૬(૨) મુજબનો ગુનો નોંધાયેલ ઉપરોકત બનાવ અનુસંધાને ગઈકાલ તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ ક.૨૦/૪૫ વાગે પાટણ કન્ટ્રોલ તરફથી એક લોગ વર્ધી આવેલ કે, પાલનપુર-ડીસા વચ્ચે દશેક કીલો સોનાની લુંટ કરી ત્રણ ઇસમો ભાગેલ છે જેમની પાસે હથિયારો છે.

અને તેઓ ગાડી લઈને પાલનપુર-સિધ્ધપુર તરફ ભાગેલ છે. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પાટણ પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્વારા પાટણ જીલ્લાના તમામ પો.સ્ટે નાકાબંધી કરવા સુચના કરવામાં આવેલ અને એલ.સી.બી શાખા તથા એસ.ઓ.જી શાખાને પણ આ ગુનાના લુંટ કરનાર ઇસમોને મુદ્દામાલ સાથે શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવતા આ બનાવને શોધી કાઢવા સારૂ જીલ્લામાં નાકાબંધી ચાલુ હતી તે દરમ્યાન વાગડોદ પોસઇ.વી.એ.લીંબાચીયાનાઓએ આર.કે.અમીન પીઆઈ એલસીબી પાટણનાઓને ઇનપુટ આપેલ કે વદાણી ખાતે એમ.ડી.ઓટોવાળાએ એકકોરોલા ગાડી નં.GJ-24-AQ 6341ની ચૌધરી રોહિતભાઇ દેવરાજભાઇ રહે.

રોડાવાળાને વેચાણ આપેલ છે અને તે ગાડી અને તેને ચેક કરવો જરૂરી છે. જે ઇનપુટ આધારે રોડા ગામ હારીજ પો.સ્ટે.નુ હોઇ જેથી સ્થાનિક પોલીસ ને મદદમાં લેવી જરૂરી હોઇ પો.સ.ઇ. આર.કે.પટેલનાઓને આ બાબતે જાણ કરતાં તેઓ હારીજ પો.સ્ટેના પોલીસના માણસો સાથે રોડા ગામે આવી ગયેલ અને ચૌધરી રોહિતભાઇ દેવરાજભાઇ ની તપાસ કરતા તે ઘરે હાજર મળેલ નહી અને આશ્રય સ્થાનોએ રોડા તથા કાતરા તા.હારીજ, પાલીપુર તા.સમી, કિમ્બુવા, તથા એદલા,તા.સરસ્વતિ, તપાસ કરતાં લુંટના ગુનામાં ગયેલ તમામ મદ્દામાલ તથા ગુનામાં વપરાયેલ ટોયોટા કોરોલા ગાડી, તથા ચપ્પુ અને લુંટનો ગુનો કરતી વખતે હાજર તમામ આરોપીઓ પકડી પાડી સીઆરપીસી કલમ- ૪૧(૧)ડી મુજબ આરોપીઓને મુદ્દામાલ સાથે અટક કરી બનાસકાંઠા જીલ્લા પોલીસને સોપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ એલસીબી ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ પૈકી રબારી કમલેશભાઇ મોહનભાઇ રહે. એદલા તા.સરસ્વતી જી. પાટણ (મુખ્ય સુત્રધાર), ચૌધરી રોહિતભાઇ દેવ રાજભાઇ રહે.રોડા તા. હારીજ જી.પાટણ,જોષી વિપુલભાઇ દેવચંદભાઇ રહે.ટીમ્બી તા.કાંકરેજ જી. બનાસકાંઠા,ગોહિલ રમેશ શંકરલાલ રહે. ખીમાણા પાદર તા.વાવ જી.બનાસકાંઠા,દેસાઇ આનંદ ઉર્ફે દેવજી ભલાભાઇ રહે.તાંતીયાણા તા.કાંકરેજ જી.બ.કાંઠા, અને હિતેશભાઇ કનુભાઇ વઢેર રહે.

પાલીપુર તા.સમી, જી.પાટણ હોવાનું જયારે પકડાવાના બાકી આરોપીઓમાં રબારી સાગરભાઇ રેવાભાઇ રહે રાનેર તા.કાંકરેજ (મુખ્ય ટીપ આપનાર) રબારી સુરેશભાઇ અમરતભાઇ રહે જંગરાલ તા સરસ્વતિ ને ઝડપી લેવા ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે. આરોપીઓમાં ગોહિલ રમેશ શંકરલાલ રહે. ખીમાણા પાદર તા વાવ સામે થરાદ પો.સ્ટે ગુ.ર.નં-૦૬૮૩/૨૦૨૨ ઇપીકો કલમ-૩૦૭, ૩૨૬ ૩૨૪, વિગેરે મુજબ ગુનો નોધાયેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. પાટણ જીલ્લા પોલીસ દ્વારા રીકવર કરેલ મુદ્દામાલ મા સોનાના દાગીના ૨.૯૦૧,૮૮૧ કિ.ગ્રા. કુલ કિ.રૂ. ૧,૭૪,૧૧,૨૮૬/- નો મુદ્દામાલ,ગુનામાં વપરાયેલ ટોયોટા કોરોલા ગાડીકિ.રૂ. ૩,૦૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૦૭ કિ.રૂ.૨૬,૦૦૦/- ચાકુ નંગ-૦૧ કિ.રૂ.૫૦/-દાગીના ભરેલ કપડાનો થેલો જપ્ત કરવામાં આવ્યો છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની એમ.એન.સ્કુલના બાળ વૈજ્ઞાનિકો દ્રારાતૈયાર કરવામાં આવેલી વિજ્ઞાન કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ આવી…

પાટણ તા. ૧૨વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા,જિજ્ઞાસા વૃત્તિ તથા તેમનામાં જે વૈજ્ઞાનિક...