fbpx

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો..

Date:

પાટણ તા. 7
ગઇ કાલ શનિવારે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં હાઈવે પર ના શોપિંગ સેન્ટરમાં લગ્ન ની ખરીદી માટે આવેલા વરરાજાને ધોળા દિવસે છરીના ધા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થયેલા આરોપી ને પાટણ એલસીબી ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી આગળ ની કાયૅવાહી માટે રાધનપુર પોલીસ ને સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ તરફ થી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામે રહેતા અને રવિવારના રોજ જેના લગ્ન હતા તે નિરાશ્રીત ઠાકોર વિપુલ પોતાના લગ્નની ખરીદી માટે શનિવારે રાધનપુર હાઇવે પરના શોપિંગ સેન્ટરમાં આવ્યો હતો. અને ખરીદી કરી હાઇવે પર ઉભો હતો ત્યારે જૂની અદાવત રાખી તેઓના સમાજના યુવાને તેની ઉપર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.

જે બાબતની રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા અને ગુનાની ગંભીરતા સમજી આરોપી ને તાત્કાલિક ઝડપી લેવા જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ પાટણ એલસીબી પીઆઇ અમીનના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા રાધનપુર વિસ્તારમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આ કામનો આરોપી કોળી ઇશ્ર્વરભાઇ પ્રભુભાઇ છગનભાઇ ઉ.વ-૨૨ રહે.રાફુ (કૈલાષપુરા) તા. સમી જી. પાટણ વાળાને મોટીપીપળી તા. રાધનપુર ગામે આવેલ બસસ્ટેન્ડ પાછળ થી પકડી પાડી આરોપીને સી.આર.પી.સી કલમ- ૪૧ (૧) (આઇ) મુજબ અટક કરી આગળ ની કાર્યવાહી સારૂ રાધનપુર પો.સ્ટે. ખાતે સોંપવા માં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ત્રણ દિવસ સતત વરસેલા વરસાદના કારણે પાટણ હારીજ હાઇવે માર્ગ નું ધોવાણ થયું..

વરસાદના કારણે ધોવાણ થયેલા માર્ગને લઈ માર્ગના કામમાં ગેરરીતિ...

વર્ચ્યુઅલ રિયાલિટી શો વિધાર્થીઓને શિક્ષણનાં જ્ઞાન સાથે ગમ્મત પણ પુરૂ પાડે છે : તજજ્ઞો..

પાટણની કે.કે.ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે વર્ચ્યુઅલ રિયાલિટી શો ની જાણકારી...

લાભપાંચમ ના પવિત્ર દિવસે મેળોજ ગામમાં નવીન પ્રવેશ દ્વારનું કેબિનેટ મંત્રીએ લોકાર્પણ કર્યુ…

પાટણ તા. ૧૮લાભપાંચમ ના પવિત્ર દિવસે સિદ્ધપુર તાલુકાના મેળોજ...