fbpx

સ્વાતંત્રદિન નિમિત્તે લાયન્સ- લીઓ કલબ પાટણ દ્રારા નેશન ફસ્ટૅ કાર્યક્રમ અંતર્ગત શોયૅ ગીત સ્પધૉ યોજાઈ..

Date:

પાટણ તા. 16 લાયન્સ-લીઓ ક્લબ ઓફ પાટણ દ્રારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 77 મા સ્વાતંત્રય દીન નિમિત્તે નેશન ફર્સ્ટ કાર્યક્રમ અંતર્ગત લાયન્સ હોલ પાટણ ખાતે શૌર્ય ગીત સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં પાટણની વિવિધ શાળામાંથી સ્પર્ધકોએ દેશપ્રેમના ગીતો ગાઇ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શરૂઆતમાં લાયન પ્રમુખ ધ્વારા સ્વાગત પ્રવચન કરી સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ સ્પર્ધાને અ,બ,ક અને ઓપન એમ ૪ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલ આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ અને આશ્વાશન ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

અને પ્રથમ,બીજા અને ત્રીજા ક્રમના સ્પર્ધકોને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી જયારે ક વિભાગ અને ઓપન વિભાગના સ્પર્ધકોને બાલાભાઇ ક્લબ તરફથી રનીંગ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પરેશભાઇ રામી,ગોરલબેન ત્રિવેદી અને જીગરભાઇ બારોટે નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુરમાં ફેક્ટરીમાં નોકરીએ જવાનું કહીને નીકળેલો કિશોર ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી

સિદ્ધપુરમાં ફેક્ટરીમાં નોકરીએ જવાનું કહીને નીકળેલો કિશોર ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી ~ #369News

પાટણ કલારવાડા માં આવેલ રામેશ્વર મહાદેવમાં શિવભકતોએ પંચવત્ર મહાપૂજા કરી.

પાટણ તા. ૨૭પાટણનાં કલારવાડામાં આવેલ રામેશ્વર મહાદેવમાં પંચવત્રની મહાપૂજા...

જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ…

પાટણ તા. ૧૨જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા નાગરિક પુરવઠા...