google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે અભિમંત્રીત કરાયેલ 11 કુદરતી દ્રવ્યો ના લેપ સાથે ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર ને આંખે પાટા બાંધવામાં આવ્યા..

Date:

પાટણ તા. 2
ભગવાન જગન્નાથજી ની 142 મી રથયાત્રા નિમિત્તે સૌપ્રથમવાર જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ રથયાત્રા સમિતિ ના સેવાભાવી કાર્યકરો દ્વારા આયોજિત જળયાત્રા ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ગણેશ આશ્રમ ખાતે થી નિકળી ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર શુભ મુહર્તે સંપન્ન બન્યા બાદ જળ ને વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે અભિમંત્રિત કરવામાં આવેલ અને ત્યારબાદ જળનો ભગવાન પર અભિષેક કરાયો હતો ત્યારબાદ બપોરે 12 કલાકના શુભ મુહૂર્તમાં ભગવાનનો નેત્રોત્સવ કાર્યક્રમ યોજવા માં આવેલ હતો.

મંદિર પરિસર ખાતે પરંપરાગત માન્યતા ના પ્રતિક રૂપ ભગવાનની તબિયત નાદુરસ્ત બનતા તેમની આંખો દુખવા આવી હોય તેની યાદમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત રથયાત્રા સમિતિના સેવા ભાવી કાર્ય કરો સહિત જગન્નાથ ભક્તો દ્વારા ભગવાનને નેત્ર ચિકિત્સા કરવામાં આવેલ અને ભગવાન ની આંખોને શીતળતા પહોંચે તેવા ભાવથી તેમના નેત્રો ઉપર મધ, ઘી, સાકર, તુલસી, પાન, વરિયાળી, જાયફળ, ગંગાજળ, કેવડા જળ,ગુલાબજળ જેવા કુદરતી દ્રવ્ય વડે ભગવાન ની આંખે પાટા બાંધી આરતી ઉતારી ભગવાનને આરામ માટે મામાના ઘરે મોકલવામાં આવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નવા ગંજ બજાર સ્થિત શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ના પાટોત્સવ નિમિત્તે હવન કરાયો..

યજમાન પરિવાર સહિત ગંજ બજારના વેપારીઓએ દર્શન પ્રસાદનો લાભ...