પાટણ તા. 8 ઘણા સમયના વિરામ બાદ જન્માષ્ટમીના પવિત્ર દિવસ થી મેઘરાજાની પુનઃ પધરામણી થતા જગતના તાત ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે. જન્માષ્ટમીના દિવસે બપોર બાદ વાતાવરણમાં આવેલા બદલાવને લઈ મેઘરાજાની અમી વર્ષા વરસી હતી.
જે બીજા દિવસે શુક્રવારના રોજ પણ સાંજે સુસ્વાટા બંધ પવન સાથે મેઘરાજાની વર્ષા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જવા પામી હતી. તો બે દિવસ થી વરસી રહેલા મેધ વષૉ ને લઇ ખેડૂતો ના વાવેતર કરાયેલ અને મુરઝાવવાની તૈયારીમાં ઉભેલા પાકોને જીવતદાન મળતા ખેડૂતો ના ચહેરા હરખાયા હતાં.
અહેવાલ યશપાલ સ્વામી