fbpx

ચાણસ્મા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી..

Date:

જિલ્લા કલેક્ટરે રાષ્ટ્ર ની આન,બાન અને શાન સમા તિરંગા ને લહેરાવી સલામી આપી..

વીર જવાનોના કારણે આજે આપણે સૌ આઝાદ ભારતમાં આઝાદીથી શ્વાસ લઈ રહ્યા છીએ : કલેકટર

પાટણ તા. 26
પાટણના ચાણસ્માનાં રૂપપૂરની જેઠીબા આર્ટસ કોલેજ મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કલેક્ટરે દેશ દુલારા અને રાષ્ટ્ર ની આન બાન અને શાન સમા તિરંગા ને લહેરાવી સલામી સાથે ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી પાટણના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહનાં અધ્યક્ષ એવા જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીએ ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું હતુ કે, આપણો પાટણ જિલ્લો પણ લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં અનેરી આસ્થા સાથે સહભાગી બન્યો છે


ત્યારે પાટણ જિલ્લાના તમામ નાગરીકોને હું પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. પ્રજાસતાક પર્વની ઉજવણીમાં જિલ્લાની વિવિધ શાળા અને કોલેજ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તેમજ જિલ્લાનાં વિવિધ વિભાગ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા ટેબ્લો રજુ કરવામાં આવ્યાં હતા.


જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં જિલ્લા કલેક્ટરે લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતુ કે, આપણાં દેશના વિકાસની નોંધ આજે વૈશ્વિક કક્ષાએ થઈ રહી છે. કેન્દ્ર અને રાજય સરકારની જન કલ્યાણ યોજનાઓ થકી પાટણ જિલ્લાની નાગરીકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. પાટણ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પાણી જેવી પાયાની સુવિધાઓ છેવાડાનાં ગામ સુધી પહોંચી છે. જિલ્લામાં ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ, માતૃશક્તિ યોજના જેવી અનેક યોજનાઓનાં અમલીકરણથી ગરીબ અને મધ્યમ વર્ગ પગભર બન્યો છે.

આજે જ્યારે પ્રજાસતાક પર્વની આપણે સૌ ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે પાટણ જિલ્લાનાં નાગરીકોને બંધારણ થકી મળેલા હક તેમજ ફરજોનું સૌ કર્તવ્યનિષ્ઠાપૂર્વક પાલન કરે તેવી અપેક્ષા રાખું છુ.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિવિધ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

જ્યારે જિલ્લા કક્ષાનાં ધ્વજવંદન કાર્યક્રમમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓએ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજુ કર્યા હતા. જેમાં શ્રેષ્ઠ કાર્યક્રમો રજુ કરનાર ટીમોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.ચાણસ્મા મુકામે યોજાયેલા જીલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતી બેન મકવાણા, માજી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, વિવિધ આગેવાનો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓએ તેમજ બહોળી સંખ્યામાં નાગરીકોએ ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી.. ~ #369News

પાટણ ભાજપ બક્ષીપંચ મોરચો લોકસભા ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાટલા બેઠકો યોજશે..

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ.. પાટણ...

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી..

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી.. ~ #369News