fbpx

પાટણ જિલ્લા ભાજપ ડોક્ટર સેલ દ્વારા આયોજિત નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો 300 થી વધુ જરૂરિયાત મંદોએ લાભ લીધો..

Date:

પાટણના તબીબો એ પોતાની માનદ સેવાઓ આપી જરૂરિયાત મંદ દર્દીઓને તપાસી જરૂરી દવાઓ આપી..

પાટણ તા.10 ભારતીય જનતા પાર્ટી, ડૉક્ટર સેલ, પાટણ દ્વારા રવિવારે પાટણ ની ઠકકર બાપા પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ (દવા સાથે) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના શુભારંભ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર સહિત ભાજપ ના આગેવાનો,આ વિસ્તાર ના કોર્પોરેટરો પાટણ નગરપાલિકા પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ ડોકટર સેલ દ્રારા આયોજિત આ કેમ્પમાં ડૉ. સેવંતીલાલ પટેલ- સર્જન,ડૉ.તુષારભાઈ દેસાઈ સ્ત્રી રોગના નિષ્ણાંત,ડૉ.હિતેશ ચૌધરી સર્જન,ડૉ.કિશન વ્યાસ ફીજીશીયન,ડૉ.મુકેશ પટેલ હાડકાના ડૉક્ટર,ડૉ. રશ્મિન પટેલ સ્ત્રી રોગના નિષ્ણાંત,ડૉ.તારક મહેતા આંખના સર્જન,ડૉ. પ્રમોદ પટેલ કાન,નાક,ગળાના સર્જન,ડૉ. કુણાલ પટેલ- બાળકોના ડૉક્ટર,ડૉ. નીતિન છત્રાલીયા ચામડીના રોગોના નિષ્ણાંત,ડૉ. પિયુષ વ્યાસ જનરલ પ્રેકટીસનર,ડૉ.મિલિન્દ પટેલ દાંતના રોગોના નિષ્ણાંતે જરૂરિયાત મંદ 300 થી વધુ દર્દીઓને તપાસી જરૂરી દવાઓ પૂરી પાડી હતી.

ઠક્કર બાપા પ્રાથમિક શાળા ખાતે ભાજપ ડોક્ટરશીલ દ્વારા આયોજિત નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ ના આયોજન ને સફળ બનાવવાડૉ. અંબાલાલ પટેલ કન્વીનર, બીજેપી ડૉક્ટર સેલ,પાટણ જિલ્લો સહિત તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વારાહી પ્રોહીબીશન ના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ એલ.સી.બી.ટીમે દબોચ્યો…

પાટણ તા. ૨૯પાટણ જિલ્લાના વારાહી પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન...