fbpx

પાટણ કોલેજ રોડ પરના અંડરપાસ મા રેલવે વિભાગ દ્વારા લાઈટો ફીટ કરવાની કામગીરી શરૂ કરાઈ..

Date:

પાટણ તા. ૨૨
પાટણ શહેરના કોલેજ રોડ ઉપર આવેલા રેલ્વેનાં અંડરબીજ (આરયુબી) ઉપર વરસાદ કે પાણી ન પડે ને નાળામાં પાણી ન ભરાય તે અર્થ અહીં આખા અંડર બ્રીજને ઢાંકતો ડોમ બનાવી દઈને નાળાને ઉપરથી ઢાંકી દેવામાં આવતાં અંદરનાં ભાગે ભારે અંધકાર છવાયેલો રહેતો હોવાથી તેમાં વીજળીનાં પ્રકાશની વ્યવસ્થા કરવાની ઉઠેલી ભારે માંગને લઈને આ રેલ્વેનાં નાળામાં સ્ટ્રીટ લાઈટ નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હોય જે કામગીરી બે ત્રણ દિવસમાં પુરી થઇ જતાં સમગ્ર અંડરબીજ અજવાળામાં પથરાસે, જેથી અંત્રે આ નાળામાંથી પસાર થતાં બાળકો અને છાત્રોને અકસ્માતનો ભય નહીં રહે.

આ અંગે રેલ્વેના લાઈટ સુપરવાઈઝર નિસ્વભાઈ પટેલે જાણકારી આપતાં જણાવ્યું હતું કે પાટણનાં રેલ્વે ના નાળામાં આ લાઈટ નાંખવાનું શરુ કર્યુ છે જે ઘણા લાંબા સમયથી પાટણ નગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ ને આ નાળામાં સ્ટ્રીટલાઈટની સગવડ ઉભી કરવાની દરખાસ્ત અને સતત રજુઆતો આવતી હતી. આથી રેલ્વે વિભાગે આ રેલ્વે નાળામાં સ્ટ્રીટલાઈટ નાંખવા માટેની કામગીરી સોંપી છે.

તેથી અમે અમારા માણસો સાથે સ્થળ મુલાકાત લઈને આજથી જ અહીં સ્ટ્રીટલાઈટો નાંખવાની કામ ગીરી શરૂ કરી છે. જે બે ત્રણ દિવસમાં જ પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું છે, આ રેલ્વે નાળુ 200 મીટરનું છે. તેમાં 15 જગ્યાઓ પસંદ કરાઈ છે તથા નાળાની વચ્ચો વચ્ચ એક માસ્ટર પોઈન્ટ મુકાશે.

આ લાઈટો 50 વોલ્ટની એલઈડી નંખાશે. તે તમામ જોડની નીચે જ નંખાશે જેથી તેની ચોરી થવાનો ભય ન રહે.આ અંગે પાટણ નગરપાલિકની સ્ટ્રીટલાઈટ શાખાના સુત્રોના જણાવ્યાનુસાર આ રેલ્વે અંડર બીજ રેલ્વે હસ્તક હોવાથી સ્ટ્રીટ લાઈટો નાંખવા ની કામગીરી રેલ્વે દ્વારા કરશે જયારે નગર પાલિકા તેમને વીજળી જોડાણ આપીને તેનું બીલ ભરશે તથા તેનું મેન્ટેનન્સ પણ નગર પાલિકા જ કરશે અમે ઘણા સમય થી આ રેલ્વે નાળામાં લાઇટ નાંખવા રેલ્વે તંત્ર સાથે વાટાઘાટો કરી રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

13 વર્ષની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો…

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ સગીરાની માતા, સાસુ અને લગ્ન...

લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ – EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય ગણાશે…

પાટણ તા. ૨૨લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન...

પાટણ નગરપાલીકા ના તઘલતી નિર્ણયો ભાજપ અને સરકાર ની પ્રતિષ્ઠાને હાની પહોચાડશે…

સાગોટાની શેરીના લક્ષ્મી નારાયણ મંદિર ની જગ્યા ઉપર દબાણ...