google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સમી તાલુકા પંચાયત માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બિનહરીફ ચુંટાયા..

Date:

પ્રમુખ પદે હર્ષિદાબેન દવે અને ઉપપ્રમુખ પદે હીરાબેન ઠાકોરે સુકાન સંભાળ્યું..

પાટણ તા. 13. સમી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતા માં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી . જેમાં ભારતીય જનતા પાર્ટીના સમી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દવે હર્ષિદાબેન સંજયભાઈ એ ફોર્મ ભર્યું હતું જ્યારે ઉપપ્રમુખ તરીકે હીરાબેન બાવાજી ઠાકોર ફોર્મ ભર્યું હતું .જોકે સામે કોઈ ઉમેદવારો એ ફોર્મ ના ભરતા પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે ભાજપના બન્ને ઉમેદવાર ને બિન હરીફ વિજય જાહેર કરાયા હતા. સમી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની બુધવારે આયોજિત ચુટણી પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ સિંધવ, બાબુજી ઠાકોર,ભવાનભાઈ સિંધવ, મહામંત્રી મહેશભાઈ વ્યાસ,લક્ષ્મણભાઈ સિંધવ, અનિલભાઈ રાવલ, દિનેશભાઈ દેસાઈ, માનસીભાઈ ચૌધરી,મુકેશભાઈ દવે, નનુભાઈ વઢેર, લાધુભાઈ ચાવડા વગેરે આગેવાનો, કાર્યકરોએ ઉપસ્થિત રહી બિનહરીફ વિજેતા બનેલ સમી તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ ને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. બિનહરીફ વિજેતા બનેલા પ્રમુખ ઉપપ્રમુખે સમી તાલુકા ના વિકાસ કામો ની સાથે સમસ્યાઓ ના નિવારણ માટે સૌને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે તેવી હૈયાધારણા વ્યકત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસ કામો પાલીકા દ્રારા ટુક સમયમાં શરૂ કરાશે..

પાટણ શહેરમાં 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસ કામો પાલીકા દ્રારા ટુક સમયમાં શરૂ કરાશે.. ~ #369News

પાટણ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મકાન માલિકો પર કેટલાક નિયંત્રણો મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ.

પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃતિઓ રોકવાના આશયથી જાહેરનામું...

સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી માં રાજ્યપાલની ઉપસ્થિત મા ચોથો પદવીદાન સમારોહ યોજાયો…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં...