google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરમાં 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસ કામો પાલીકા દ્રારા ટુક સમયમાં શરૂ કરાશે..

Date:

શહેરના વિકાસકામોને તાંત્રિક અને વહીવટી મંજૂરી મળતા હવે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે..

શહેરી વિસ્તારના વિકાસ કામોને લઈને પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠક મળી..

પાટણ તા. 11
નગરપાલિકા વિસ્તારના પ્રજાલક્ષી વિકાસ કામો ની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે રિજીયોનલ કમિશનર ગાંધીનગર ખાતેથી નિર્ણય લેવાતો હતો જેના કારણે નગર પાલિકા ના વિકાસ કામો સમયસર અને સમય મર્યાદામાં થઈ શકતા ન હતા જેને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા નગરપાલિકા વિસ્તારના પ્રજાલક્ષી વિકાસ કામો જે તે નગરપાલિકા કક્ષાએથી જ કમિટી બનાવી નિર્ણય કરાય તે માટે નિણૅય કરવામાં આવતા ગત તારીખ 31 માર્ચ ના રોજ પાટણ નગરપાલિકાના ચિફ ઓફિસર સંદીપ પટેલ ના અધ્યક્ષ સ્થાને કમિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે કમિટીમાં પાટણ શહેરના રૂપિયા 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસના કામોને તાંત્રિક તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. પાટણ શહેરમાં વિકાસ કામોને કમિટી દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી મળતા તેની ટેન્ડરિંગ પ્રક્રિયા માટે ગુરુવારના રોજ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, બાંધ કામ સમિતિના ચેરમેન શાંતી બેન ગિરીશ ભાઈ પટેલ, પાલિકા ઉપ પ્રમુખ ધર્મેશ ભાઈ પ્રજાપતિ,નગરપાલિકા એન્જિનિયર મૌલિન પટેલ વચ્ચે વિચાર વિમર્શ બેઠક મળી હતી. અને આ બેઠકમાં વહેલામાં વહેલી તકે શહેર ના વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા નિણૅય કરવામાં આવ્યો હતો.

ત્યારે આગામી ટૂંક સમયમાં પાટણ નગર પાલિકા શહેરી વિસ્તારના રૂપિયા 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસ કામો ધમધમતા થશે.જેમાં બગવાડા સર્કલથી જનતા હોસ્પિટલ રેલવે ગરનાળા સુધીના ડામર રોડ નું કામ, પદ્મનાભ ચાર રસ્તા થી યશધામ સુધીના ટ્રીમિક્સ રોડના કામ, કોઠા કુઈ થી પારેવા સર્કલ સુધીના ટ્રીમિક્સ રોડ ના કામ, બિચ્છુખાડ જંકશનથી અગા સીયા નાળા સુધી ડામર રોડ નું કામ,ફુલણીયા હનુમાન થી વિસામા સુધીનો ડામર રોડ નું કામ,કચરાનાનિકાલ માટે 4 છોટા હાથી સાથે કચરાના કલેક્શન માટે જુદા જુદા વિસ્તારો માં 10 કન્ટેનરો ની ખરીદી ના કામ,ગાંધી બાગ ખાતે નગરપાલિકાની જુદીજુદી કામ ગીરી માટે સિવિક સેન્ટર કાયૅરત કરવાનું કામ,શહેરના વિવિધ વિસ્તારના પેચ વર્કના કામો સહિત જુદા જુદા વિકાસના કામો શરૂ કરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.પાટણ નગર પાલિકા ના શહેરી વિસ્તારના વિકાસ કામો ને વેગવંતા બનાવવા અને શહેરીજનોની સુખાકારીના કામો માટે પાલિકા પ્રમુખ સહિત સમગ્ર ટીમ સક્રિય બનતા ટૂંક સમયમાં જ પાટણ શહેરમાં વિકાસકામોનો ધમધમાટ શરૂ થશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ના નિવાસ સ્થાને અ.ભા.રા.શૈ.મહાસંઘના હોદેદારોની બેઠક મળી.

બેઠક દરમિયાન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો અને આચાર્યોના...

પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અને બાલીસણા ના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયા..

પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અને બાલીસણા ના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયા.. ~ #369News

હવામાન ખાતા દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે પવન અને વરસાદની આગાહીના પગલે પાલિકા તંત્ર સાબદુ બન્યું..

હવામાન ખાતા દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે પવન અને વરસાદની આગાહીના પગલે પાલિકા તંત્ર સાબદુ બન્યું.. ~