શહેરની શિશુ મંદિર શાળા થી લઈ પીતાંબર તળાવના માર્ગ પરના જાડી જાખરા દૂર કરી માર્ગોની સફાઈ સાથે દવા નો છંટકાવ કરાયો..
પાટણ તા. 15 પાટણ નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ હિરલબેન પરમાર અને ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા દરેક નગરજનોને જાહેર માર્ગો પર ગંદકી ન કરવા અપીલ કરી છે.
અને નગરપાલિકાના કર્મચારીઓને પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સૂચનાઓ આપી હોય જે સૂચનાના આધારે પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા ના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતની રાહબરી હેઠળ એસઆઈ મુકેશભાઈ રામીની ઉપસ્થિતિમાં ધીવટા વોર્ડ ઇન્સ્પેક્ટર જીગર પ્રજાપતિ અને દર્શન સોલંકી દ્વારા સફાઈ કર્મચારીઓને સાથે રાખી શહેરના શિશુ મંદિર સ્કૂલથી પીતાંબર તળાવ તરફના માર્ગની બંને સાઈડોએ ઊગી નીકળેલા જાડી જાખરા જેસીબી મશીન ની મદદથી દૂર કરી માર્ગ પર બ્રશ મરાવી ટ્રેક્ટર વડે કચરો એકત્રિત કરી સફાઈ અભિયાન કામગીરી સાથે દવાનો છટકાવ કરી વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યો હતો.
નગરપાલિકા દ્વારા સ્વચ્છ બનાવેલા માર્ગો ની સ્વચ્છતા બની રહે તે માટે વિસ્તારના રહીશોને પણ પાલિકા દ્વારા કચરો જ્યાં ત્યાં ન ફેંકવા અનુરોધ કરી નગરપાલિકાની સ્વચ્છતા અભિયાનની કામગીરીમાં સહયોગી બનવા અપીલ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી