google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ની સરકારી શ્રી કે. કી.કન્યા વિદ્યાલય ખાતે NDRF ટીમ દ્રારા સ્કૂલ સેફટી કાર્યક્રમ યોજાયો…

Date:

સ્કૂલ ની વિધાર્થીની ઓને આપત કાલીન સમયે રાહત બચાવની કામગીરી બાબતે માગૅદશૅન અપાયું.

પાટણ તા. 15 પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ સરકારી શ્રી કે. કી.કન્યા વિધાલય ખાતે NDRF ( National Disaster Response Force ) 6 Battalion Vadodara- ની ટીમ દ્વારા સ્કૂલ સેફટી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ની શરૂઆત મા શ્રીમતી કે કી સરકારી કન્યા વિદ્યાલયનાં આચાર્ય ડૉ.દિનેશભાઈ પ્રજાપતિએ NDRF ટીમને આવકારી અભિવાદન કર્યુ હતું. ત્યારબાદ NDRF ના કમાન્ડર વિક્રાંતસિંહ ચૌધરી અને તેમની ટીમ દ્વારા કુદરત સર્જિત ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તેમજ માનવ સર્જિત આપદાની પરિસ્થિતિમાં વિદ્યાર્થિનીઓ પોતેપોતાનો સ્વ-બચાવ કેવી રીતે કરી શકે તેવા વિવિધ રક્ષણાત્મક પગલાં પ્રયોગાત્મક રૂપે રજૂ કરી સમજાવ્યાં હતા.

આ ઉપરાંત આગ,ભૂકંપ, વાવાઝોડા અને પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં ઈજાગ્રસ્ત થયેલ ઘાયલોના લોહી નિકળતા કેમ અટકાવવા, તેમને કેવી રીતે સારવાર કરી તેઓને હોસ્પિટલ સ્થળે ખસેડવા ,આગની વિકટ પરિસ્થિતિ માંથી સુરક્ષિત સ્થળે લોકોને પહોંચાડવા અને હિમસ્ખલન કે પૂર જેવી પરિસ્થિતિમાં શકય તેવા સેફ જેકેટ, બોટલ ટ્યુબ કે કમર પર નાળિયેર બાંધવાના ઘરેલું સાધન દ્વારા સ્વ-બચાવ કરી શકવાની વિવિધ પદ્ધતિઓનું નિદશૅન દ્ધારા સમજાવવામાં આવ્યું હતું.

આ સ્કૂલ સેફટી કાર્યક્રમ અંતર્ગત NDRF ટીમ દ્વારા શહેરની અન્ય શાળાઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમ યોજી શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ અને શાળા સ્ટાફને માહિતી પૂરી પાડવામાં આવી હોવાનું ટીમે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા-હારીજ માગૅ પર કંબોઈ ની નર્મદા કેનાલમાં હારીજ ના યુવાને મોતની છલાંગ લગાવી..

યુવાનની આત્મહત્યા નું કારણ જાણવા પોલીસે ચક્રોગતિમાન કયૉ..પાટણ તા.21...

પાટણ યુનિવર્સિટી ને ગુજરાતી ભવન માટે સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી મળી છે : કા.રજિ.કે. કે.પટેલ…

૨૧ મા ત્રિદિવસીય હેમ ચંદ્રાચાર્ય સમારોહ પ્રસંગે પ્રો.રાધાવલ્લભ ત્રિપાઠી...

કોમન યોગા પ્રોટોકોલ પ્રશિક્ષણ વિષય અંતર્ગત પાટણમાં યોગ શિબિરનું આયોજન કરાયું…

યોગ એક પૂર્ણ આધ્યાત્મિક વિદ્યા છે : યોગસેવકપાટણ તા....