પાટણ તા. ૫
પાટણની સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરા મૂંગા શાળામાં પ્રવેશોત્સવ સહિત વિવિધ શૈક્ષણિક કાર્યક્રમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.વાગડોદા સહિત ના મહાનુભાવોની હાજરી માં યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્ર ના તાલીમાર્થીઓ ને ગણવેશ વિતરણ પાલિકા બજાર વેપારી મિત્ર મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.નવીન પ્રવેશ પામેલ બધિર બાળકો ને કુમકુમ તિલક કરી ગોપાલ ટ્રસ્ટ તરફ થી શૈક્ષણિક કીટ, જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા નોટબુક અપૅણ કરીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પાટણ નગર પાલિકા કોર્પોરેટર મનોજ પટેલ, બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ, સિનિયર સિટીઝન ડૉ.આચાર્ય, શંકરભાઈ પટેલ, મુળશંકરભાઈ, કાળીદાસ પટેલ, હેમલતા બેન સહિત વાલીગણ અને મૂકબધિર મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યું હતું. જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ બધિર ખેલાડીઓ ને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્રો, ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
પ્રારંભમાં સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સાથે સૌ મહેમાનોનો પરિચય શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ આપેલ. બધિર બાલિકાઓ કે જે બોલી કે સાંભળી નથી શકતી છતાં શિક્ષિકા અનિતાબેન તથા વર્ષાબેન જોષી ના સાઈન લેન્ગવેજના સહારે સ્વાગત ગીત તથા બાળગીત રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા. સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય માનદસહમંત્રી કુસુમબેન ચંદારાણા એ અને આભાર વિધિ વહીવટી અઘિકારી ઉષાબેન બુચે કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી