પાટણ તા. 30 પાટણના ધો.10 ના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણનાં સિધ્ધાંતો અને સમજૂતી મળે તે હેતુથી પાટણ શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ માટે શ્રીમંત ફતેહસિંહ રાવ લાઈબ્રેરી દ્વારા શહેર ની કે. કે. ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે એક દિવસીય સેમીનાર યોજવામાં આવ્યો હતો.
આ સેમીનારમાં પાટણની 12 શાળાઓમાંથી 250 થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી નિષ્ણાંત તજજ્ઞો દાનેશભાઇ મોદી, બાબુભાઇ સોલંકી તથા ડો.મિવલભાઇ ખમાર દ્વારા કક્કો, જોડણી, સંધિ, અલંકાર, છંદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નિબંધ, વાકય પ્રયોગ વગેરે વિષયોનું સુંદર જ્ઞાન મેળવી ખુશી અને સંતોષ વ્યકત કર્યો હતો. અને પોતાના સુંદર પ્રતિભાવો વ્યકત કર્યા હતા. આ કાર્યક્રમમાં લાઇબ્રેરીનાં પ્રમુખ ડો.શૈલેષ સોમપુરા દ્વારા સ્વાગત પ્રવચન કરી ગુજરાતી લખાણમાં આપણે ખૂબજ ભૂલો કરીએ છીએ તેમ જણાવી વ્યાકરણનું મહત્વ સમજાવ્યુ હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મનોજભાઇ પટેલ, ડો.શરદભાઇ પટેલ તથા ડો.દિનેશભાઇ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. શાળાના સ્ટાફે સુંદર સહયોગ પુરો પાડયો હતો. આ પ્રસંગે જયેશભાઇ વ્યાસ, હસુભાઇ સોની, નગીનભાઇ ડોડીયા, અમરતભાઇ મિસ્ત્રી, દેવાંગભાઇ પ્રજાપતિ, મુકેશભાઇ યોગી, સુનિલભાઇ પાગેદાર, નટુભાઇ દરજી, અશોકભાઇ ચૌધરી, શાળાના શિક્ષકો વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કમલેશભાઇ સ્વામીએ કર્યું હતું. અને આભારવિધી મંત્રી મહાસુખભાઇ મોદીએ કરી હતી.અમદાવાદથી ખાસ પધારેલ આરતીબેન કરાડે તથા સંતોષ કરાડેએ લાઈબ્રેરી પરિવાર ને પુસ્તકોની ભેટ આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી