પાટણ તા.૧૪
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના આ અવસરમાં વધુને વધુ લોકો સહભાગી બને તે માટે વિવિધ વિભાગો દ્વારા અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાટણજિલ્લામાં પણ વિવિધ વિભાગો દ્વારા પ્રવૃતિઓ કરવામાં આવે છે. રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં યુવા મતદારોની સહભાગી દારી વધારવાના પ્રયાસરૂપે સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત પાટણ જિલ્લાની વિવિધ કોલેજોમાં કાર્યક્રમો યોજાયા હતા.
પાટણ જિલ્લાની વિવિધ તાલુકાની કોલેજોમાં યુવા મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે અંતર્ગત શેરી નાટક, એક પાત્રીય અભિનય, ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર રેલી, વગેરે દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે યુવા મતદારો બહોળા પ્રમાણમાં મતદાન કરે તે માટે સઘળા પ્રયત્નો સ્વીપ નોડલ ઓફિસર વ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવા માટેના શપશ પણ લેવામાં આવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી