google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પરશુરામ કો.ઓ.ક્રેડીટ સોસાયટી ના હોદ્દેદારો- ડિરેક્ટરોની મિટિંગ મળી.

Date:

શેર હોલ્ડર વધે તેના ઉપર ભાર મુકાયો…

પાટણ તા. 30
પરશુરામ ક્રેડિટ સોસાયટીની ત્રિ માસિક મીટીંગ પાટણ વાડા બ્રહ્મ સમાજ વિદ્યાર્થી ભુવન ખાતે સોસાયટીના તમામ ડિરેક્ટરો હોદ્દેદારો ઉપસ્થિતિ મા મળી હતી. પરશુરામ કો.ઓ.ક્રેડિટ સોસાયટી ની ત્રિ માસિક સભા સોસાયટીના પ્રમુખ કિર્તીભાઈ એન ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં લોન ધારકો સમયસર લોન નાહપ્તા ભરે તેના ઉપર ભાર મુકાયો હતો સાથે સાથે સોસાયટી ના શેર હોલ્ડર વધે તેવા પ્રયત્ન કરવા અપીલ કરવામાં આવી હતી. લોન વસૂલાત માં પ્રમુખના પ્રયત્નોને ઉપસ્થિત ડિરેક્ટરોએ સરાહનીય લેખાવી અભિનંદન પાઠવ્યા હતા. ક્રેડિટ સોસાયટી આર્થિક રીતે મજબૂત બને તે માટે પ્રમુખે દરેક સભ્યોનો સાથ સહકાર મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં ભોજન દાતા પ્રવીણભાઈ ઋષિ બન્યા હતા.બેઠકમાં સંસ્થાના ઉપપ્રમુખ અમૃતલાલ મહેતા,એમડી હસમુખભાઈ એલ દવે, લાભશંકર જોશી સહિત ના ડિરેકટરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ વન વિભાગ દ્વારા વન કવચ બાલીસણા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો…

પયૉવરણ ના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાયા…પાટણ તા. ૫પાંચમી...

પ્રાકૃત કથા સાહિત્યના અભ્યાસ વિના ભારતીય સંસ્કૃતિ અધુરી છે : ડો. કપાસી…

પાટણ આટૅસ કોલેજ ખાતે રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો..પાટણ તા....