fbpx

પાટણના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના મહિલા સરપંચના પતિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું…

Date:

છેલ્લા એક મહિનાની અંદર પાટણ શહેર અને જિલ્લામાં અનેક યુવાનો અને આધેડના હાર્ટ એટેક ના કારણે મોત નીપજ્યા છે.

પાટણ તા. 30
છેલ્લા એકાદ મહિનાની અંદર પાટણ શહેર અને જિલ્લામાં યુવાનોથી લઈને વયો વૃદ્ધ લોકોના હાર્ટ એટેકથી મોત નો મૃત્યુ દર વધ્યો છે ત્યારે ગતરોજ ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના મહિલા સરપંચના પતિ નું હાટૅ એટેક ને કારણે મોત નિપજતા પરિવારજનો સહિત સમસ્ત રણાસણ ગામમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના મહિલા સરપંચ ના પતિ કાનજી ભાઈ પરમાર ઉ.વ.58 ગતરોજ સિધ્ધપુર સ્થિત પોતાની દીકરી ના સાસરીમા સંબંધીના લોકાચાર માટે ગયા હતા રાત્રે ભજન નો કાર્યક્રમ હોવાથી તેઓ રોકાયા હતા ત્યારે સાંજના સમયે તેઓને છાતીના ભાગમાં અસહ્ય દુખાવો થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિધ્ધપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પરંતુ સારવાર મળે તે પહેલાં જ કાનજીભાઈ પરમાર નું મૃત્યુ નિપજતા અને તેઓના મૃત્યુ નું કારણ હાટૅ એટેક હોવાનું ફરજ પરના તબીબી દ્રારા જણાવ્યું હતું.છેલ્લા એકાદ મહિનાની અંદર પાટણ શહેર સહિત જિલ્લામાં યુવાનોથી લઈને આધેડ વયના વ્યક્તિઓના હાર્ટ એટેક ના કારણે મોત નીપજયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના મહિલા સરપંચના 58 વર્ષીય પતિનું હાર્ટ એટેક ના કારણે આકસ્મિક મોત નીપજતા પરિવારજનો સહિત સમસ્ત રણાસણ ગામમાં શોકની કાલી માં છવાઈ જવા  પામી  હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વીજ સલામતી સપ્તાહ અંતર્ગત યુજીવીસી એલ પાટણ દ્વારા જાગૃતિ રેલી યોજાઇ..

વીજ સલામતી સપ્તાહ અંતર્ગત યુજીવીસી એલ પાટણ દ્વારા જાગૃતિ રેલી યોજાઇ.. ~ #369News #UGVCL #ELECTRICALSAFETY

પાટણ નો એન્જિનિયર આંતરરાષ્ટ્રીય મિકેનિકલ એન્જિનિયરિંગ ના રિસર્ચ પુસ્તક ના એડિટોરિયલ બોર્ડ મેમ્બર બન્યો..

પાટણ નો એન્જિનિયર આંતરરાષ્ટ્રીય મિકેનિકલ એન્જિનિયરિંગ ના રિસર્ચ પુસ્તક ના એડિટોરિયલ બોર્ડ મેમ્બર બન્યો.. ~ #369News