મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ને પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને લેખિત જાણ કરી..
પાટણ તા. 2
પાટણ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ખાલી પડેલી જગ્યાઓ ત્વરિત ભરવા બાબતે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્રારા ગુજરાત રાજયના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુમતીબેન બાબરીયા ને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્રારા કરવામાં આવેલ લેખિત રજૂઆત મા જણાવ્યું છે
કે પાટણ જિલ્લામાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો જે વય નિવૃત થયા હોય એમની જે જગ્યાઓ ખાલી છે એ ખાલી જગ્યાઓ ભરવામાં આવે તો ઈન્ચાર્જ આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર બહેનોને કામનું ભારણ ઘટે તેમ છે ત્યારે આ બાબતે પાટણ જિલ્લામાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની ખાલી પડેલ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી