fbpx

પાટણના જીમખાના મેદાન ખાતે આયોજિત ઇન્ટર નાઈટ મેચીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઈમરાન મન્સુરી ઈલેવન ટીમ ચેમ્પિયન બની..

Date:

પાટણ તા.14
પાટણ શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતે આયોજિત મેચીસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની શુક્રવારે આયોજિત ફાઈનલ મેચ મા જય ઈલેવન ટીમને પરાસ્ત કરી ઈમરાન મન્સુરી ઈલેવન ટીમ ચેમ્પિયન બની હતી.પાટણ શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતે છેલ્લા બે મહિનાથી આયોજિત કરાયેલ 25 ઓવરની ઇન્ટર નાઈટ જીમખાના મેચીસ ટુર્નામેન્ટ માં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો.ટુનૉમેન્ટની ફાઈનલ મેચ જય ઇલેવન ટીમ અને ઇમરાન મન્સુરી ઇલેવન ટીમ વચ્ચે શુક્રવારના રોજ જીમખાના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી.જેમાં જય ઈલેવન ટીમને પરાસ્ત કરી ઈમરાન મન્સુરી ઈલેવન ટીમ ચેમ્પિયન બની હતી..

આ 25 ઓવરની મેચીસ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચમાં હાર્દિક જોષી એ 98 રન બનાવી 3 વિકેટ મેળવી હતી. તો જુનેદ મન્સુરી એ 23 રન બનાવી ટીમ ને વિજય અપાવ્યો હતો.ફાઈનલ મેચ માં ચેમ્પિયન બનેલી ઈમરાન મન્સુરી ઈલેવન ટીમને ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિ સભર માહોલ માં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી સહિતના આગેવાનોએ ગુરુ પૂજન...

પાટણમાં પ્રેમીની છરીના ઘા મારી કરાયેલી હત્યાના બનાવવામાં ઝડપાયેલા પ્રેમિકાના ભાઈ અને તેના સાગરીત ના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ..

પાટણમાં પ્રેમીની છરીના ઘા મારી કરાયેલી હત્યાના બનાવવામાં ઝડપાયેલા પ્રેમિકાના ભાઈ અને તેના સાગરીત ના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ.. ~ #369News

SBIના લાખો ગ્રાહકો ધ્યાન આપે: 30 જૂનથી બદલાઈ જશે બેંકના નિયમ, નોટ કરી લો તારીખ

એસબીઆઈમાં એકાઉન્ટ ધરાવતા લાખો ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે....