fbpx

પાટણ યુનિવર્સિટી ની એન એસ એસ સલાહકાર સમિતિની બેઠક મળી..

Date:

પાટણ તા. ૯
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ની એન.એસ.એસ સલાહકાર સમિતિની બેઠક મંગળવારે યુનિવર્સિટી વહીવટી ભવન કાર્યાલય, ખાતે કુલપતિ ડૉ.કે.સી.પોરિયા ના અધ્યક્ષસ્થાને મળી હતી.

આ બેઠકમાં કુલસચિવ ડો રોહિતભાઈ દેસાઈ , રાજ્ય એન એસ એસ અધિકારી આર.આર.પટેલ, એનએસએસ કો.ઓર્ડીનેટર તેમજ એનએસએસ સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તો રીઝનલ ડાયરેકટર કમલકુમાર કર ઓનલા
ઇન જોડાયા હતા. બેઠકમાં મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષનો એન. એસ. એસ.નો વાર્ષિક અહેવાલ અને કામકાજની ચર્ચા કરવામાં આવી હતી. તો શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન યોજાનાર યુનિવર્સિટી કક્ષાની એન.એસ.એસ.ની શિબિરો ની ફાળવણી અંગે વિચારણા કરવામાં આવી હતી.

નવી માંગણી કરતી કોલેજ ને યુનિટ ફાળવવા અંગે પણ ચર્ચા વિચારણા તથા કેટલીક કોલેજોની યુનિટ વધારા-ઘટાડા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રમુખ સ્થાને ડિજીલૉકરમાં એન.એસ. એસ ના સ્વયંસેવકો ના સર્ટિફિકેટ કઈ રીતે અપલોડ કરવા તેની પણ વિસ્તૃત ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ 108 ની ટીમે અડિયાની પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી..

પાટણ 108 ની ટીમે અડિયાની પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી.. ~ #369News