fbpx

વારાહી ટોલ પ્લાઝા નજીક ફોરચ્યુન કારને અકસ્માત નડતા ત્રણ લોકો ધવાયા…

Date:

પાટણ તા. ૨૭
પાટણ જિલ્લાના હાઈવે માગૅ પર અવારનવાર નાના મોટા માગૅ અકસ્માત ના બનાવો સજૉતા હોય છે ત્યારે સોમવારે વહેલી સવારે પાટણ જિલ્લાના વારાહી ટોલ પ્લાઝાની નજીક ફોરચ્યુન કારનો ગંભીર અકસ્માત થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાથી એક વ્યક્તિ ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ની ધટનાને પગલે નજીકમાં ચેકીંગ ની ફરજ પરના આરટીઓ ઇન્સ્પેકટર કે.એન.ચૌધરીને તેઓએ તાત્કાલિક એકસીડન્ટ સ્થળ ઉપર પહોંચી આજુબાજુના લોકોની મદદથી સૌપ્રથમ ટ્રાફિક નિયંત્રણ માં લઈને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સલામતી પૂર્વક ગાડી માથી બહાર કાઢી 108ને તાત્કાલિક ફોન કરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા જવામાં આવ્યા હતા.

ત્યારબાદ અકસ્માત થયેલ વાહનને રોડ પરથી દૂર કરવા માટે ટોલ પ્લાઝાના મેનેજરને ફોન કરીને વાહન રોડ પરથી દૂર કરી રસ્તો ક્લિયર કર્યો હતો અને પુનઃ વાહન વ્યવહાર રાબેતા મુજબ બનાવ્યો હતો.આ અકસ્માત દરમ્યાન આરટીઓ ઈન્સ્પેક્ટર ની માનવતાવાદી કામગીરી ને સૌએ સરાહનીય લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના આનંદ સરોવર માગૅ પર સીએનજી કાર આગમાં લપેટાતા ભાગ દોડ મચી..

પાલિકા ના ફાયર વિભાગે ધટના સ્થળે દોડી આવી આગને...

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત ~ #369News