fbpx

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્રારા નવસારી ખાતે સંવિધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી..

Date:

ગાંધીનગર તા. ૨૭
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તારીખ 26 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકો ઉપર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ સંવિધાન દિવસ ની ઉજવણી ના ઉપલક્ષ્યમાં નવસારી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાજી સહિત ભાજપ ના આગેવાનો કાર્યકરો અને નવસારીના પ્રબુદ્ધ નગરજનોએ ઉપસ્થિત રહી ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને માલ્યા પણૅ કરી ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ સાથે બંધારણ નું પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને સંવિધાન ના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન ના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.નવસારી સહિત સમગ્ર ગુજરાત ના જિલ્લા મથકો ઉપર આયોજિત સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમ બદલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર પાટીલ અને પ્રદેશ ભાજપા અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાજીએ ભારતીય જનતા પાર્ટી ના સૌ આગેવાનો અને કાયૅકતૉઓ સહિતનો સહ હ્રદય આભાર વ્યક્ત કર્યો હતો.

નવસારી ખાતે આયોજિત સંવિધાન દિવસની ઉજવણીમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, એસસી મોરચા લોકસભા પ્રભારી ધર્મેશભાઈ સરસવાલા, જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ ચાવડા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, એસી મોરચાના પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિત, પ્રદેશ સફાઈ સેલના ઇન્ચાર્જ સુરેશભાઈ મકવાણા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ પાઠક, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ગોઝલે, મહામંત્રી ધીરેનભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તથા સંવિધાન ગૌરવ યાત્રાના ઇન્ચાર્જ યોગેશભાઈ પરમાર, સહ ઇન્ચાર્જ રશ્મિકાંતભાઈ રાઠોડ, નગરપાલિકાના સદસ્ય રમેશભાઈ વાળા, પરેશભાઈ સહિત જિલ્લા મોરચાના હોદ્દેદારો અને મોરચાના કાર્યકર્તાઓ સહિત ભાજપ સંગઠન ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજના યુવા શક્તિ સંગઠન દ્વારા રજાના દિવસનો સદ ઉપયોગ કરી શ્રી પદ્મનાભ મંદિર પરિસરની સફાઈ કામગીરી કરાઈ..

પાટણ પ્રજાપતિ સમાજના યુવા શક્તિ સંગઠન દ્વારા રજાના દિવસનો સદ ઉપયોગ કરી શ્રી પદ્મનાભ મંદિર પરિસરની સફાઈ કામગીરી કરાઈ.. ~ #369News

વિદેશી દારૂ નો જથ્થા ભરી ને જઈ રહેલ ક્રેટા ગાડી ઝડપી લેતી સાંતલપુર પોલીસ…

પાટણ તા. 29પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસ ટીમે બાતમીના આધારે...