રહીશો દ્રારા ઓછા ફોસૅ થી આવતા પાણી, ભૂગર્ભ ગટર અને રેતી ભરી પસાર થતાં ટબૉ ઓની રજુઆત કરી..
પાટણ તા. ૨૮
પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો સાભળી તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે દર ગુરૂવારે પાલિકા આપના વોડૅ મા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જે કાર્યક્રમ અંતર્ગત આજરોજ શહેરના વોડૅ નં. ૪ વિસ્તારમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત પાલિકા ટીમે મુલાકાત લીધી હતી અને વિસ્તાર ના રહીશોની પ્રાથમિક સમસ્યાઓ જાણી તેનો સ્થળ પર નિકાલ કરવા પાલિકા ની વિવિધ શાખાના કમૅચારીઓને કામે લગાડયા હતાં.
પાલિકા આપના વોડૅ મા કાર્યક્રમ અંતર્ગત વોડૅ નં. ૪ ના રહિશો દ્રારા પોતાના વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતું પાણી નો ફોસૅ ઓછો આવતો હોવાની સાથે ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા સાથે રેતી ભરેલ ટબૉ ની મુશ્કેલીઓ બાબતે રજુઆત કરતાં પાલિકા પ્રમુખ સહિત ની ટીમે આ તમામ સમસ્યા ના નિરા કરણ માટે પાલિકા ની ટીમ ને કામે લગાડી વિસ્તાર માથી પસાર થતાં રેતી ભરેલા ટબૉ ની સમસ્યા માટે પોલીસ વિભાગ ને જાણ કરી યોગ્ય નિરાકરણ ની ખાતરી આપી હતી.શહેરના વોડૅ નં. ૪ મા આયોજિત પાલિકા આપના વોડૅ મા કાર્યક્રમ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ સહિત વિવિધ શાખાના ચેરમેનો, નગરસેવકો સાથે પાલિકા ટીમ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી