fbpx

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ મા સરદાર સરોવર નમૅદા નિગમ સહિત રોડ,રસ્તા અને દબાણો ના પ્રશ્નો રજુ થયા.

Date:

જિલ્લા કલેકટર દ્વારા જેતે વિભાગના અધિકારીઓને સુચના આપી પ્રશ્નોનું નિરાકરણ લાવવા સુચના આપી.

પાટણ તા. ૨૮
પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકેલો છે. જેમાં અનુક્રમે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત તેમજ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે.પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ગુરૂવારે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા ભરમાંથી આવેલા અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે રૂબરૂ સાંભળીને પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.પાટણ જિલ્લા કલેકટર કચેરીએ આયોજિત જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ મા ઉપસ્થિત અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કયૉ હતા જેમાં ખાસ કરીને લઈ સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના પ્રશ્નો,રસ્તાઓ અંગેની માંગણી, રસ્તો રીપેરીંગ, દબાણ અંગેની ફરીયાદો સહિત ખેડૂતોની અન્ય ફરીયાદો ની રજુઆત બાબતે સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરને રજૂઆત કરી હતી.

સ્વાગત ફરિયાદ કાર્યક્રમ મા રજૂ થયેલા તમામ પ્રશ્નોને કલેકટરે સાંભળી તેનું સ્થળ પર હકારાત્મક નિરા કરણ લાવવા માટે સંબંધિત કચેરીઓના અધિકારીઓને સૂચન કર્યાં હતાં. જિલ્લા કક્ષાના યોજાયેલા સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજના અડિયા ગામે યોજાયો ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ..

પાટણ તા. 27 "મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત...

પાટણ જિલ્લામાં એકી સાથે 20 કોરોના કેસ નોંધાયો : જિલ્લા કુલ 55 કેસ એક્ટિવ..

પાટણ જિલ્લામાં એકી સાથે 20 કોરોના કેસ નોંધાયો : જિલ્લા કુલ 55 કેસ એક્ટિવ.. ~ #369News

પાટણ ખાતે જિલ્લા માહિતી કચેરી સહિત કેમ્પસ ની કર્મચારીઓ દ્વારા સફાઇ હાથ ધરાઈ..

પાટણ તા. 5હાલ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન...