fbpx

હંસાપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાયો..

Date:

પાટણ તા. ૨૮
પાટણના હાંસાપુર સ્થિત પ્રાથમિક શાળામાં શુક્રવારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી પાટણ જિલ્લા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મીત રૂદલાલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ પ્રસંગે આંગણવાડીમાં 8 બાળકો,બાલવાટિકામાં 60 બાળકો અને ધોરણ 1 માં 59 બાળકોને કુમ કુમ તિલક સાથે મો મીઠું કરાવી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં CDPO મહિલા અને બાળ વિકાસ ગાંધીનગરના દિપ્તીબેન પરમાર, પાટણ બીઆરસી
શ્રીમતી મીનાબેન પટેલ સી.આર.સી શ્રીમતી ગીતાબેન રાજપૂત, પાટણ નગરપાલિકા શાસક પક્ષનાદંડક દશરથજી ઠાકોર, હાંસાપુર ડેરી ના મંત્રી વિઠ્ઠલભાઈ પટેલ, ગામના પૂર્વ સરપંચ અમરતભાઈ દેસાઈ, ગામના વડીલ નાથાભાઈ દેસાઈ, કિરણભાઈ પટેલ, એસ.એમ.સી સભ્યો, વાલીગણ,શાળાના ભૂલકા અને શાળા પરિવાર ઉપસ્થિતિ રહ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ દરમ્યાન અમરતભાઈ દેસાઈ તરફથી બાલ વાટિકા ના બાળકોને સ્કૂલ બેગ અપૅણ કરવામાં આવ્યા હતા તો પાટણની યુ ટયુબ ચેનલના સભ્યો તરફથી 600 જેટલા બાળકોને મિષ્ટ ભોજન સાથે આંગણવાડીના બાળકોને દફતર ભેટ ધરાયા હતા. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા અને મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ આપીને મહાનુભાવો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દાતાઓનું પણ આ તબકકે સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા. શાળામાં નવીન કોમ્પ્યુટર લેબનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતમાં શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં. તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા અને આભાર વિધિ શાળાના શિક્ષક અજીતભાઈ પટેલ દ્રારા કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ઝઝામ ગામે વીજળી પડતા ગાય અને ભેંસના મોત નીપજીયા..

ખેડૂતે પશુમૃત્યુ ની જાણ તંત્રને કરી પશુમૃત્યુની સહાયની માંગ...

પાટણના વાખૂંદર ગોગાધામમાં બળેવ નો મેળો ભરાયો..

કાગ પરિવારોએ ગોગા મહારાજને સુખડીનુ નૈવેધ તેમજ માટી,કપડાનો ઘોડો...

અતિરુદ્ર મહાયજ્ઞ એટલે જીવ થી શિવ તરફ જવાનો માર્ગ : ડો.લંકેશ બાપુ…

અતિરુદ્ર મહાયજ્ઞ એટલે જીવ થી શિવ તરફ જવાનો માર્ગ : ડો.લંકેશ બાપુ… ~ #369News