પાટણ તા. ૧૧
ગુજરાત રાજ્ય સરકાર તેમજ જિલ્લા રમત-ગમત કચેરી પાટણ દ્વારા નાલંદા સ્કૂલ રાધનપુર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ માં સમૂહગીતની સ્પર્ધામાં પાટણની કે. કે. ગલ્સૅ શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં વિજેતા બનેલ આ ટીમ પ્રાદેશિક કક્ષાએ યોજાનાર સ્પધૉમાં ભાગ લેવા જશે.
પાટણ ની કે. કે. ગલ્સૅ શાળાની વિજેતા ટીમ તેમજ તેમને તૈયાર કરનાર શાળાના શિક્ષક કમલેશ ભાઈ સ્વામી, નમ્રતાબેન ઠક્કર અને સહાયક દિક્ષિત પ્રજાપતિ ને શાળા ના આચાર્ય ડૉ. દિનેશ ભાઈ પ્રજાપતિ સહિત સમગ્ર શાળા પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી