fbpx

પાટણના પારસમણી એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

Date:

બી ડીવીઝન પોલીસ હદ વિસ્તારમાંથી પરપ્રાંતિય દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

પાટણ શહેર માં પરપ્રાંતિય દારૂ નું વેચાણ બેરોકટોક પણે ચાલતું હોવાનું શહેરીજનો માં ચર્ચાઇ રહ્યુછે ત્યારે ક્યારેક ક્યારેક પોલીસ બાતમી આધારે પરપ્રાંતિય દારૂ ઝડપી પાડવામાં સફળ બને છે તેમ આજે એલસીબી પોલીસે બી ડીવીઝન પોલીસ હદ વિસ્તારમાંથી પરપ્રાંતિય દારૂ અને બિયર ના જથ્થા સાથે એક ઇસમ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ના માણસો શહેર માં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન અ.હે.કો. જયેશજી તેમજ મોડજીજી ને મળેલ બાતમી આધારે જીઇબી ની સામે આવેલ પારસમણી એપાર્ટમેન્ટ માં પોતાના રહેણાંકના ઘરે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ રાખી વેચાણ કરતા પંડ્યા વિપુલકુમાર ઉર્ફે જોન્ટી કમલેશ ભાઇ ની પાસેથી બીયર અને દારૂની બોટલ નંગ 88 કિંમત રૂા.25175-નો મુદ્દામાલ જપ્ત કરી એલસીબી પોલીસે ઇન્સ્પેક્ટર આર.કે. અમીન, પીએસઆઇ એ.કે, ખોડલીયા અને સ્ટાફે કાયદેસર કાર્યવાહી હાથ ધરતા બી ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક ઇસમ રાવલ વિજય ધીરજલાલ રહે. રોકડીયા ગેટ, પાટણ ને પકડવા પણ તજવીજ હાથ ધરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ વન વિભાગ દ્વારા વન કવચ બાલીસણા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો…

પયૉવરણ ના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાયા… પાટણ તા. ૫પાંચમી...