fbpx

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સૌથી વધુ ઇનામો પ્રાપ્ત કરતી પાટણ નીહ્રીંધ્વનિ સંગીત મહાવિદ્યાલય..

Date:

પાટણ તા. ૧૧
ગુજરાત સરકાર અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા કક્ષાની કલા મહાકુંભમાં પાટણ ની હીંધ્વનિ સંગીત મહા વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ સૌથી વધારે ઇનામ પ્રાપ્ત કરીને ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરીને પાટણ શહેરનું ગૌરવ વધાર્યું છે.તાજેતરમાં રાધનપુર ખાતે જિલ્લા કક્ષાના કલા મહા
કુંભની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાટણ જિલ્લાના ૮૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં પાટણ ની હ્રીંધ્વનિ સંગીત મહાવિદ્યાલયે આઠ કૃતિઓમાં પ્રથમ નંબર અને દસ કૃતિઓમાં સૌથી વધુ નંબરો પ્રાપ્ત કરીને સૌથી વધુ ઇનામો મેળવનાર સંસ્થા તરીકેનું ગૌરવ મેળવ્યું હતું આ તમામ વિદ્યાર્થીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન સંસ્થા ના ડૉ. સમ્યક પારેખ દ્વારા આપવામાં આવ્યું હતું.

વિજેતાઓને ધ્વની પરિવારના ટ્રસ્ટીઓ ડૉ. જીતેન્દ્રભાઈ પંચોલી, કે. સી. પટેલ,હરેશભાઈ મોદી,લાલેશભાઈ ઠક્કર,સ્નેહલભાઈ પટેલ, હાર્દિકભાઈ રાવલ,ડૉ.રાજ ગોપાલ મહારાજા, નિલેશભાઈ રાજગોર,પ્રમુખ અશોકભાઇ વ્યાસ, મંત્રી અતુલભાઈ નાયક તેમજ સમગ્ર ધ્વનિ સંગીત પરિવાર દ્વારા અભિનંદન પાઠવવા માં આવ્યા હતા અને જીવનમાં હજુ પણ ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરતા રહે એવા શુભાશિષ પાઠવ્યા હતા.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા મેધમહેરથી વાતાવરણ માં ઠંડક પ્રસરી..

પાટણ તા. 20હવામાન વિભાગની આગાહીના પગલે બુધવાર ની રાતથી...

પાલિકાની નવી ટીમે શહેરને સ્વચ્છ અને સુંદરરાખવા સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરી..

શહેરની શિશુ મંદિર શાળા થી લઈ પીતાંબર તળાવના માર્ગ...