રેલીમાં જોડાયેલા શાળાના બાળકો ને સ્વાસ્થ્ય વધૅક ગોળ માથી તૈયાર કરેલ રેવડી વિતરણ કરવામાં આવી..
પાટણ તા. ૧૩
ઉતરાયણના પવૅ ની મજા સજા ન બને અને લોકો સુરક્ષિત રીતે પતંગો ઉડાડવાની મજા માણે તેવા ઉદેશ સાથે પાટણના જંગરાલ જીઈબી અને 220 કેવી જેટકો જંગરાલના સંયુક્ત ઉપક્રમે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને ચાઈનીઝ દોરી ના વાપરવા માટે અને ઈલેક્ટ્રિક વિજ લાઇન નજીક પતંગ ન ચગાવવા તેમજ વિજ લાઈન ઉપર ફસાયેલા પતંગો ના ઉતારવા માટેની સૂચનાઓ સાથે લોક જાગૃતિ રેલી નું આયોજન શનિવારે કરવામાં આવ્યું હતું.
આ જાગૃતિ રેલી મા જેટકો ના નાયબ ઇજનેર આર.ડી.પ્રજાપતિ,જે.ઈ.એચ ડી પટેલ,વી.એમ.પટેલ,બી.એન. ત્રિવેદી,એસ.વી.પંચાલ સહિત સમગ્ર સ્ટાફગણ સાથે શાળાના બાળકો અને ગ્રામજનો જોડાયા હતા. જાગૃતિ રેલી દરમિયાન જીઈબી પરિવાર દ્વારા બાળકો ને સ્વાસ્થ્ય વધૅક ગોળ માથી બનાવેલ રેવડી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી