google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના નગરજનોને રખડતા ઢોરો માંથી મુક્તિ અપાવવા પાલિકાએ ઢોર ડબ્બાની કામગીરી શરૂ કરી.

Date:

પાલિકા ની ઢોર ડબ્બા ટીમ દ્વારા સાઈબાબા મંદિર માર્ગ પરથી 13 ઢોર ડબ્બે કરાયા..

પાલિકા ની ઢોર ડબ્બા ઝુંબેશને લઈ રખડતા ઢોરોના માલિકોમાં ફફડાટ વ્યાપ્યો.

પાટણ તા.1
પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાઓને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવાર નવાર રખડતા ઢોરોના જાહેર માર્ગો પરના દ્વંદ યુદ્ધને લઈને અનેક રાહદારીઓ ઇજાગ્રસ્ત બનવાની સાથે અનેક વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યા છે.

ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને રખડતા ઢોર ની સમસ્યા માંથી મુક્ત બનાવવા ઢોર ડબ્બાની કામગીરી હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી હતી. જેને ધ્યાનમાં રાખીને પાલિકાની ઢોર ડબ્બા શાખા દ્વારા જાહેર માર્ગો પર રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી શરૂઆત કરવામાં આવી છે ત્યારે ગતરોજ સાંજના સુમારે પાટણ નગરપાલિકા ની ઢોર ડબા ટીમ દ્વારા છે શહેરના સાઈબાબા મંદિર માર્ગ પાસેથી 13 જેટલા રખડતા ઢોર પકડી પાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં લઈ જવામા આવ્યા હતા.

પાલિકા ની ઢોર ડબ્બા ટીમ દ્વારા રખડતાં ઢોરોને ડબ્બે કરવાની હાથ ધરાયેલી કામગીરી ને લઇ રખડતાં ઢોરોના માલિકો પણ ભયભીત બની પોતાના દુધાળા ઢોરોને પાલિકા ડબ્બે કરે તે પહેલાં ઢોરોને ભગાડવા ઢોર ડબ્બા ની પાછળ લાગેલા જોવા મળ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સહિત જિલ્લાની તમામ કોટૅ મા આયોજિત લોક અદાલતમાં વિવિધ કેસો નું સુખદ સમાધાન કરાયુ…

પાટણ તા. ૯નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, નવી દિલ્હીના માર્ગદર્શન...

શેઠ એમ એન હાઇસ્કુલપાટણના 17 વિધાર્થીઓએ ટેકવેન્ડો સ્પર્ધા માં મેડલો નો દબદબો રચ્યો..

17 વિદ્યાર્થીઓએ 17 મેડલ મેળવી શાળા ને ગૌરવ અપાવ્યું…શાળા...

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચાણસ્મા રેલ્વે નાળાની સાફ – સફાઈ કરવામાં આવી..

પાટણ તા. ૧૦પાટણમાં સંભવિત પુર-વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને...