યુનિવર્સિટી દ્વારા મન કી અયોધ્યા ના ચોથા ચરણ ના કાર્યક્રમમાં માયાભાઈ આહીરે રામરસ થી સૌને મંત્રમુગ્ધ બનાવ્યાં..
પાટણ તા. ૨૨
અયોધ્યા માં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મન કી અયોધ્યા પાંચ દિવસીય આયોજિત ધાર્મિક કાર્યક્રમો ના ચોથા તબક્કા માં ભગવાન શ્રી રામ-લ્લાના પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ યુનિવર્સિટીના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર ભારત નહીં પરંતુ દેશ વિદેશમાં જેમની નામના છે તેવા માયાભાઈ આહીરનો ભગવાન શ્રી રામ ના ગુણગાન રજૂ કરતો ભવ્ય લોક ડાયરો આયોજિત કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ધાર્મિક લોક ડાયરામાં ઉપસ્થિત રહેલા માયાભાઈ આહીર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પોતાની આગવી શૈલીમાં વિવિધ પ્રસંગોની રજુઆત સાથે હાસ્યરસની હેલી થી વિશાળ જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા હતા.
ભગવાન શ્રી રામચંદ્રજીના ભક્તિ સભર લોક ડાયરાના પ્રારંભ પૂર્વે માયાભાઈ આહીર ને યુનિવર્સિટી પરિવાર દ્રારા ભગવાન શ્રી રામચંદ્રજી ની ફોટો પ્રતિમા અપૅણ કરી આવકાયૉ બાદ માયાભાઈ આહીર,
યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.રોહિતભાઈ દેસાઈ, શારીરિક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલ, યુનિવર્સિટીના સન્ડિકેટ મેમ્બર શૈલેષ પટેલ, મુકેશ જે. પટેલ, બેબાભાઈ શેઠ દ્રારા દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
માયાભાઈ આહીર ની માયા થી યુનિવર્સિટી નું ફુટબોલ ગ્રાઉન્ડ માનવ મહેરામણ થી ઉભરાયુ હતું અને મોડી રાત સુધી માયાભાઈ આહીર ને માણ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી