fbpx

પાટણ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ખેરાલુ ના ભરત ડાભી ને રિપીટ કરાયા…

Date:

પાટણ તા. ૨
પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ભાજપ મોવડી મંડળ દ્રારા ફરી ટીકીટ આપી છે જેને લઈને ભાજપ ના આગેવાનો, કાયૅકરો સહિત પાટણ લોકસભા વિસ્તાર ના મતદારોમાં ખુશી નો માહોલ છવાયો છે અને ભરતસિંહ ડાભી ના નામની ધોષણા ને ભાજપ દ્રારા શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી સાથે મો મીઠું કરાવી વધાવવામાં આવી હતી.

પાટણ લોકસભા બેઠક પર 2019 માં ઠાકોર સમાજના ક્દાવર નેતા લીલાધર વાઘેલાની ટીકીટ કાપીને ભાજપે ખેરાલુ ના વતની ભરત સિંહ ડાભીને ટીકીટ અપાઈ હતી અને તેઓએ કોગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર ને કારમો પરાજય આપી વિજય હાંસલ કર્યો હતો..

ભરતસિંહ ડાભીના રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ 1985 ના વર્ષમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. 2002 ના વર્ષમાં ભરતસિંહ ડાભીએ મહેસાણા જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા પછી 20 મુદ્દા અમલીકરણના ચેરમેન બન્યા હતા. 2007 ની સૌ પ્રથમ વિધાન સભાની ચુંટણી લડીને જીત મેળવી હતી. 2012ની વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા અને 2017 ની વિધાનસભા ચુંટણીમાં સતત ત્રીજી વખત ચુંટાઈ આવ્યા હતા.

તેઓએ બી.એ. એલ.એલ.બી ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી પર ગુનાહિત કેસ એક પણ થયેલ નથી. પાટણ લોકસભા બેઠક પર વિજેતા બન્યા બાદ તેઓએ પાટણના રેલ્વે ના પ્રશ્ન અનેક રજૂઆતો કરી પાટણને રેલવેની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

તો કોરોનાના સમયમાં પાટણની ધારપુર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ માં પણ કોરોના વેક્સિન તેમજ ઓક્સિજન, વેન્ટિલેટર સહિત આરોગ્યની સેવાઓ કાર્યરત કરી આગવી લોક ચાહના પ્રાપ્ત કરી હતી.તો શિક્ષણ જગતમાં પણ તેઓએ અંગત રસ દાખવી શિક્ષણના પ્રશ્નોને પણ નિરાકરણ લાવવામાં સફળતા મેળવી છે. લોકસભા વિસ્તારના અનેક વિકાસના કામો સહિતના પ્રશ્નો બાબતે પણ તેઓએ ગંભીરતાથી કામ કરી પાટણ લોકસભા મતવિસ્તારનો પ્રેમ સંપાદન કર્યો છે.

સ્વભાવે સરળ અને નિખાલસ ભરતસિંહ ડાભીની લોકસભાના સાંસદ તરીકેની પ્રશંશનીય કામગીરીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરીથી તેઓને પાટણ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હોય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત પાટણ લોક સભા મત વિસ્તારના લોકોમાં ખુશી નો માહોલ છવાયો છે. ત્યારે ભરતસિંહ ડાભી એ પણ 7 લાખથી વધુ મતોથી પાટણ લોકસભા બેઠક પરથી તેઓ ની જીત નિશ્ચિત હોવાનો આશાવાદ વ્યકત કર્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યાત્રાધામ સિદ્ધપુર ખાતે શિવરાત્રી ના પવિત્ર દિવસે સ્વયંભૂ પાંચ મહાદેવની પાલખી યાત્રા નગરચયૉએ નીકળી…

કેબિનેટ મંત્રી સહિતના રાજકીય,સામાજિક આગેવાનો એ પાંચ મહાદેવની પાલખીયાત્રાના...

પાટણ શહેરમાં જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 નાં અંત સુધીમાં કુલ જન્મ દર 10123 બાળકો જન્મ્યા..

પાટણ શહેરમાં જન્મ દરની સામે હોસ્પિટલમાં જન્મ દરમિયાન તુરંત...