fbpx

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 22
મહારાષ્ટ્રીયન નૂતન વર્ષ એટલે કે ગુડી પડવો જેની એક પ્રચલીત કથા એવી છે કે ગુડી પડવોના એટલે કે ચૈત્ર સુદ એકમના દિવસે મહારાષ્ટ્રના શાલીવાહન શાસક ગૌતમી પુત્ર સાત કર્ણાએ મહારાષ્ટ્ર રાજય
માંથી વિદેશીઓને ખદેડી રાજયની સુખસમૃધ્ધિ પુનઃ મેળવી હતી.


ત્યારે આ દિવસને વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે જેને મહારાષ્ટ્રીયન પરીવારો ગુડીપડવો કહે છે. ત્યારે આજે ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડીપડવો ના પર્વની પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્ર પરિવાર દ્વારા ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ સહિત પાટણ માં વસતા મહારાષ્ટ્રીયન ભાઇઓ-બહેનોનું નૂતન વર્ષ એટલે ગુડીપડવો મહારાષ્ટ્રીયન પરીવારો ગુડીપડવોનું અતિવિશેષ મહત્વ રહેલું છે. ચૈત્ર સુદ એકમથી શરુ થતું આ નવું વર્ષ મહારાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રના મુંબઇ, નાસીક, જલગાવ, પુના સહિતના અન્ય રાજ્યોમાં ધંધા રોજગાર અર્થે વસતા મહારાષ્ટ્રીયન પરીવારો આ દિવસે પોતાના ઘરમાં વિશિષ્ટ પૂજા વિધી કરે છે ત્યારબાદ એકબીજા સ્નેહીજનોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવે છે ત્યારે આ પાવન દિવસે પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વસતા આશરે 30 જેટલા મહારાષ્ટ્રીયન પરીવારોએ ગુડીપડવાના દિવસે પોતાના ઘરની છત ઉપર કાષ્ઠની લાકડી બાંધી તેના ઉપરના ભાગને તેલવાળી કરી તેની ઉપર રેશમી વસ્ત્રની સાડી પહેરાવી ઉપર તાંબાનો કળશ ઢોળી આ ગુડીની હળદર-કંકુ અને ચોખાથી પુજાવિધિ કરી આરતી ઉતારી હતી.


શહેરના ભદ્ર વિસ્તારમાં વસતા સંધ્યાબેન પ્રધાને અને રાજુભાઈ દેવધર પરિવારે ચૈત્ર સુદ એકમ ગુડી પડવો એટલે કે મહારાષ્ટ્રીયનના નૂતનવર્ષ ની વિધીવત રીતે ઉજવણી કરી હતી. આ ઉપરાંત આ ગુડીને લીમડાનો મોર, હાયડો તેમજ ફુલહાર ચઢાવી તેના વધામણા કર્યા હતા.ત્યારબાદ પરિવારના સદસ્યોએ એકબીજાને નૂતન વષૅની શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરીવારો એ ગુડીપડવા એટલે કે નૂતન વર્ષની ઉજવણી હર્ષોલ્લાસભેર કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ…

શહેરના 4 સેન્ટરના 7 બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા ની નિગરાની...

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે..

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે.. ~ #369News

જૈન ધર્મના મહાપર્વ પવૉ ધીરાજ પર્યુષણ નું મિચ્છામી દુકડડમ સાથે સમાપન કરાયું..

પાટણ તા. ૭જૈન ધર્મનાં મહાપર્વ ગણાતાં પર્વાધીરાજ પર્યુષણની શનિવારે...

પાટણ જિલ્લા આચાર્ય સંઘનું 24 મુ શૈક્ષણિક વહિવટી અધિવેશન યોજાયું..

આચાર્ય સંઘના પૂવૅ પ્રમુખ સહિત ના નિવૃત આચાર્યો અને...