પાટણ તા. ૭
પાટણ શહેરના જલારામ મંદિર રોડ ઉપર આવેલ ઉડાન વિદ્યાલય બાલ વાટીકા ના ભુલકાઓ દ્રારા શિવરાત્રીના મહાપર્વ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સંકુલ પરિસરમાં શિવરાત્રી મહાપર્વની ઉજવણી અંતગૅત બાલ વાટીકા અને ઉડાન વિદ્યાલય ના બાળકો એ શિવ પાર્વતીના ટ્રેડિશનલ ડ્રેસ માં શિવ વિવાહ, શિવ દશૅન સહિત શિવરાત્રી ના મહત્વને દશૉવ્યુ હતું.
ઉડાન વિદ્યાલય અને બાલ વાટીકા દ્વારા શિવરાત્રી મહા પવૅની ઉજવણીનો મુખ્ય ઉદેશ બાળકો હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ તહેવારો થી વાકેફ બને હિન્દુ દેવી દેવતાઓ ના જીવન ચરિત્ર ને જાણે તે રહેલ હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. ઉડાન વિદ્યાલય અને બઆલ વાટીકા ખાતે આયોજિત કરવામાં આવેલ શિવ રાત્રી મહાપવૅ ની ઉજવણી ને બાળકોએ પણ ભક્તિ સભર માહોલમાં માણી આનંદ વ્યકત કર્યો હતો. મહા શિવ રાત્રી ના ઉત્સવને યાદગાર બનાવવા આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી