fbpx

સમીના વાવલ ગામના ખેડુતના ખેતરમાં વાવેતર કરાયેલ ચણા ના પાકમાં કોઈ શખ્સે આગ ચાંપી.

Date:

પાટણ તા. ૭
પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામ ના ખેડૂતનાં ખેતરમાં ગત મંગળવારના રોજ રાત્રીનાં અંધારા માં ૧ વાગ્યાના સમયગાળા દરમિયાન તૈયાર પાકનાં ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આગ લગાવી બાળી નાખતા ખેડૂત ને મોટા પાયે નુકશાન થવા પામ્યું હોવાની ખેડૂતે સમી પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ સમી તાલુકાના વાવલ નજીક ખેડૂત સાધુ મહેશભાઈ નાં ખેતરમાં વાવેતર કરાયેલ ૨૦૦ મણ ચણા કિંમત રૂપિયા ૨ લાખ આસપાસ જેટલા નો પાકમાં કોઈ અજાણ્યા ઈસમે આગ ચાંપી દેતા ચણા નો પાક સળગીને રાખ થતાં ખેડૂત ને નુકશાન થવા પામ્યું હતું. જે ઘટના ને પગલે અજાણ્યા લોકો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ સાથે ખેડૂતે હાલતો સમી પોલીસ મથકે જાણ કરી લેખિતમાં અરજી કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વરના સિપુર પ્રા. શાળા ખાતે 74 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ..

પાટણ તા. 30શંખેશ્વર તાલુકાની સિપુર ગામની પ્રાથમિક શાળા ખાતે...

પાટણની ફતેહસિંહ રાવ લાયબ્રેરી ખાતે મને જાણો કાર્યક્રમ અંતર્ગત વુ મુલ્ડ માય ચીઝ પુસ્તક નું વિવેચન કરાયું..

પાટણની ફતેહસિંહ રાવ લાયબ્રેરી ખાતે મને જાણો કાર્યક્રમ અંતર્ગત વુ મુલ્ડ માય ચીઝ પુસ્તક નું વિવેચન કરાયું.. ~ #369News

હીટ વેવની આગાહી પગલે જિલ્લા કલેકટર પાટણ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પ્રજા જોગ તકેદારી સંદેશો પાઠવવામાં આવ્યો..

હીટ વેવની આગાહી પગલે જિલ્લા કલેકટર પાટણ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પ્રજા જોગ તકેદારી સંદેશો પાઠવવામાં આવ્યો.. ~ #369News