fbpx

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અમલી બન્યું…

Date:

પાટણ તા. ૭
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તા. 09/10/2023 થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવેલ છે. ત્યારે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નીતિ નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સાત સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. આ સમિતિમાં હોદ્દાની રૂએ ચેર પર્સંન તરીકે યુનિવર્સિટીના કા. કુલપતી ડૉ. રોહિતભાઇ દેસાઈ વિવિધ વિષયોના નિષ્ણાત અને વિદ્વાન તરીકે ડૉ. ઉદયભાઈ ચંદ્રકાંત ગોર, યુનિવર્સિટી માંથી પ્રોફેસર તરીકે ડૉ. ઇલાબેન સી પટેલ તેમજ પ્રો. ખુમાન એલ રાઠોડ નોંધાયેલા સ્નાતક પૈકી કિરીટકુમાર બાબુલાલ પરમાર તેમજ હિરેન અમૃતલાલ પટેલ અને ભારતની પાલૉમેન્ટ દ્વારા રાષ્ટ્રિય હિતલક્ષી સંસ્થા માંથી એટલે કે એન આઇ ડી માંથી પ્રો. અશોક સુભાષ મંડલ તેમજ મેમ્બર સેક્રેટરી તરીકે હોદ્દાની રૂએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કમલભાઈ મોઢ ની નિમણુંક કરવામાં આવી છે.આ સમિતી બુધવારે અમલમાં મુકવામાં આવી છે જેનો કાર્યકાળ 2 વર્ષ 6 માસ રહેશે. આજથી 1986થી અમલમાં આવેલ કોર્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમીક કાઉન્સિલ નું વિસર્જન કરવામાં આવ્યું છે. હવે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ યુનિવર્સિટીમાં હવે તમામ નીતિ નિર્ધારણ અને નિર્ણાયક ભૂમિકામાં રહેશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં કમો સમી વરસાદે રેલવે નું ગર નાળુ છલકાવ્યું…

પાટણમાં કમો સમી વરસાદે રેલવે નું ગર નાળુ છલકાવ્યું… ~ #369News

શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મોં સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,દેહદાન કરનાર સ્વજન નાં પરિવારજનો નું સન્માન...

અતિરુદ્ર મહાયજ્ઞ એટલે જીવ થી શિવ તરફ જવાનો માર્ગ : ડો.લંકેશ બાપુ…

અતિરુદ્ર મહાયજ્ઞ એટલે જીવ થી શિવ તરફ જવાનો માર્ગ : ડો.લંકેશ બાપુ… ~ #369News