પાટણ તા. ૧૨
પાટણ જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા પાટણ લાયન્સ-લીઓ કલબના સહયોગ થી ફ્રી ડોગ ચેકઅપ સારવાર કેમ્પનુ પશુ દવાખાના પાટણ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં પાટણ તથા આજુ બાજુ ના વિસ્તારના શ્વાન વર્ગના કુલ ૪૬ અને ૧ બિલાડી ને તપાસી વિવિઘ રોગોની રસી વિનામૂલ્યે આપવામાં આવી હતી.
આ કેમ્પમાં હાલમાં અમેરિકા રહેતા ર્ડા.રામસી પી.ચૌઘરી એ ખાસ ઉપસ્થિત રહી વિશેષ સેવાઓ પુરી પાડી હતી. જેમાં ખાસ કરીને કુતરા, બિલાડાના ચામડીને લગતા રોગો, ઘા, બાહય પરોપજીવી વગેરે જેવા રોગોની સારવાર કરવામાં આવી હતી.
આફરી ડોગ ચેકઅપ અને સારવાર કેમ્પમાં લાયન્સ કલબ પાટણના પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, ડીસ્ટ્રીકટ ઓફીસર નટરવરસિંહ ચાવડા, મુકેશ પટેલ, મુકેશ શાહ, પ્રોજેકટ ચેરમેન જેશંગભાઇ ચૌઘરી તથા લીઓ પ્રમુખ મેહુલ પ્રજાપતિ, વિરેન શાહ, ગોપાલસિંહ રાજપૂત સહિતના સભ્યોએ હાજર રહી આ કેમ્પના બહોળા પ્રચાર પ્રસાર માટે આર્થિક સહયોગ પુરો પાડયો હતો. જિલ્લાના પશુ પાલન શાખા પાટણના વડા નાયબ પશુપાલન નિયામક ર્ડા. બી. એમ. સરગરા સહિત ના સ્ટાફ પણ આ કેમ્પ દરમ્યાન ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી