અનુસ્નાતક વિભાગ ના અને કોલેજના શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફે ફરજ પર હાજર રહેવાનું રહેશે…
પાટણ તા. ૨૮
પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સહિત સંલગ્ન અનુસ્નાતક વિભાગના વડાઓ કો-ઓર્ડીનેટરો અને સંલગ્ન તમામ કોલેજોના આચાર્યૅઓને ભારે વરસાદ ની આગાહી ને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા પરિપત્ર કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
યુનીવર્સીટી દ્રારા કરાયેલા પરિપત્ર મા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી દિવસો માં ભારે વરસાદની શક્યતાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલ હોવાથી સાવચેતી ના ભાગરૂપે તા.૨૮,૨૯ અને ૩૦ ઓગષ્ટ-૨૦૨૪ના રોજ યુનિવર્સિટી સહિત સંલગ્ન અનુસ્નાતક વિભાગો અને સંલગ્ન તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે તથા અનુસ્નાતક વિભાગના અને કોલેજના શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફે ફરજ પર હાજર રહેવાનું રહેશે તેવું જણાવવામાં આવ્યું હોવાનું યુનિવર્સિટી કુલસચિવે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી