પાટણ તા. ૧૩
પાટણના ચંદ્રુમાણા ગામે આવેલ રામદેવજી અલખ લુણા ખાતે સામાજીક સમરસસતા ના દેવ રામદેવજી ના પાટ પૂજન મહોત્સવ તેમજ રામકૃષ્ણ પરમહંસ જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ નું સુંદર આયોજન મહેન્દ્રભાઈ જય ગુરુ મહારાજ તેમજ એન.એમ.દવે દ્વારા ભક્તિ ભજન અને ભોજન સભર માહોલમાં કરવામાં આવ્યું હતું. ઉત્સવના યજમાન પદે અડીયા ગામના હિતેષ ભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલે લાભ લેતા બન્ને યજમાનો નુ લોકસાહિત્યકાર બળવંતજી રાજપુતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કચ્છ આંબા પુરથી પધારેલા મહેશગીરી મહારાજ નું સન્માન દુર્ગેશભાઈ સોલંકી એ કર્યું હતું.
જાણીતા ભજનીક અને વ્યવસાયે વકીલ સુરેશભાઈ રામાભાઈ ચૌહાણ હાજીપુર વાળાને તાજેતર માં ભારત સરકારના નોટરી તરીકે નિમણુક થતાં તેમનુ પણ શાલ ઓઢાડી ને સન્માન વિશ્વ હિંદુ પરિષદ ના નીતિનભાઈ વ્યાસે કયુઁ હતું. છેલ્લા પચીસ વર્ષ થી ચંદ્રમાણાના ધુણા ખાતે સામાજીક સમરસતા અને લેને કો હરિ નામ દેને કો ટુકડો ભલા એ સૂત્રને સાર્થક કરી અંધશ્રદ્ધા નિવારણ તેમજ પંખીને ચણ અને યથા શક્તિ સંત સેવા કરવામાં આવતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી