પાટણ તા. ૧૩
પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળા ખાતે બુધવારે અંધ શ્રધ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજમાં ઘણી જગ્યાએ જોવા મળતી અંધશ્રદ્ધાઓને લઈ વિદ્યાર્થીઓ આવી અંધશ્રદ્ધાનો શિકાર ના બને અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુસર અંધશ્રદ્ધા ના પ્રયોગો દ્વારા અંધ શ્રદ્ધા પાછળ રહેલ વિજ્ઞાન ને સમજાવવામાં આવ્યું હતું.
શાળામાં આયોજિત અંધ શ્રદ્ધા નિવારણ કાર્યક્રમમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના દર્શનભાઈ ચૌધરી દ્વારા કોરા કાગળ પર અક્ષરો છાપવા, પાણીને રંગીન કરવું અને તેનો રંગ દુર કરવો, લાલ દોરાને કાળો કરવો , લીંબુ માંથી લોહી કાઢવું , સુકા ઘાસ માં આગ લગાડવી , રૂમાલ માં આગ લગાડવી , નાળીયેર માંથી ચુંદડી , લોહી કાઢવું જેવા પ્રયોગો કરી ઉપસ્થિત વિધાર્થીઓ , વાલીઓ તેમજ સ્કુલ વિસ્તાર ની આસપાસ રહેતા લોકોને જાગૃત કરવામાં આવ્યા હોવાનું શાળાના આચાર્ય ઉજ્જવલ ભાઈ પટેલે જણાવ્યું હતું.