પાટણ તા. ૧૯
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ આગામી સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે શહેર અને જિલ્લા માથી દારુ,જુગારની તથા અસામાજિક ગેર કાયદેસર ની પ્રવૃતિ કરતાં ઈસમોને તેમજ નાસતા ફરતાં આરોપી ઓને પકડવા અસરકારક અને પરિણામ લક્ષી કાર્યવાહી કરવાં સૂચના કરેલ હોય જે અન્વયે રાધનપુર ના. પો. અધિ. ડી.ડી.ચૌધરી અને રાધનપુર સકૅલ પીઆઈ પી.જે.સોલંકી નાઓના માર્ગદર્શન આધારે પો. સ. ઈ. કે. એચ. સુથારનાઓ પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી આધારે સમી પોસ્ટે મા નોધાયેલ ગુનાના કામના નાસતા ફરતાં આરોપી કિશનભાઈ ચુડાભાઈ ઠાકોર રહે.ભાડજ તા.જી.અમદાવાદવાળાને ગુજ્જરવાડા ચોકડી સમી મુકામેથી પકડી પાડી ગુનાના કામે અટક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી