મહેસાણા જિલ્લા અને તાલુકામાં પાંચ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને 11 વષૅથી નાસતા ફરતા આરોપીને સિધ્ધપુર પોલીસે ઝડપી લીધો..

પાટણ તા. ૧૯
મહેસાણા જિલ્લાના વિસનગર સીટી પો.સ્ટે. તથા મહેસાણા તાલુકા પો.સ્ટે.ના મળી કુલ પાંચ ચોરીઓના ગુન્હાઓમાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા- ફરતા આરોપીને ઝડપી લેવામાં સિધ્ધપુર પોલીસને સફળતા મળી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બાબતે પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા કરેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યા તથા પોલીસ ઇન્સ્પેક્ટર સિધ્ધપુર ના જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પો.સ્ટેના સર્વેલન્સ પોલીસ સ્ટાફના અધિકારી તથા માણસો સિધ્ધપુર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે નાસતા ફરતા આરોપી સુલેમાન ઉર્ફે સુલેમાન સુમાર જુમા હસન સિંધી(ડફેર) ઉવ.૪૦ રહે.ગણવાડા તા.સિધ્ધપુર જી.પાટણવાળાને સિધ્ધપુર ખળી સર્કલ ઝમઝમ હોટલ આગળથી કોર્ડન કરી પકડી પાડી પો.સ્ટે લાવી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.