fbpx

યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર તરીકે નિયુક્ત થયેલા મુકેશ ભાઈ. કે. પટેલે યુનિવર્સિટી તેમજ કુલપતિ અને રજીસ્ટાર ની શુભેચ્છા મુલાકાત લીધી..

Date:

પાટણ તા. ૨૦
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર તરીકે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અને પાટણમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરનાર વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટના સંસ્થાપક, સેવા
ભાવી અગ્રણી મુકેશભાઈ પટેલે પોતાની સિન્ડિકેટ મેમ્બર તરીકે ની જવાબદારી સંભાળ્યા બાદ બુધ
વારે સૌ પ્રથમવાર યુનિવર્સિટી ની મુલાકાત લીધી હતી.

તેઓએ આ મુલાકાત દરમિયાન યુનિવર્સિટીના નવ નિયુક્ત કુલપતિ પ્રો.ડો.કિશોરભાઈ પોરિયા અને રજીસ્ટાર ડો.રોહિતભાઈ દેસાઈ ને પણ મળ્યાં હતાં અને બન્ને નું શાલ, બુકે દ્વારા સ્વાગત સન્માન કરી યુનિવર્સિટી ના વિકાસ કામો બાબતે તેમજ વિધાર્થી ઓના પ્રવેશ સહિત ના મહત્વના પ્રશ્નો બાબતે વિચાર વિમૅશ કરી શિક્ષણ નગરી પાટણ શિક્ષણક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તે માટે પ્રયત્ન શિલ બની સૌને સાથે રાખીને કામો કરવા માટે પોતાની તમન્નાઓ વ્યકત કરી હતી. યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેમજ કુલપતિ અને રજીસ્ટાર ની મુલાકાતે આવેલ મુકેશભાઈ પટેલ સાથે તેમના શુભેચ્છકો, મિત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મકાન માલિકો પર કેટલાક નિયંત્રણો મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ.

પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃતિઓ રોકવાના આશયથી જાહેરનામું...