પાટણ તા. ૮
પાટણ બ્રહ્મક્ષત્રિય છાત્રાલય ખાતે શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમીત્તે મહાઆરતી તેમજ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાટણ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં જોડાઇ સમૂહ આરતી સહિત ધાર્મિક ઉત્સવ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી હિંગળાજ માતાજી બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિજનોના આરાધ્ય દેવી હોઇ ફાગણ વદ 13 માતાજી ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગામે ગામ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનો દ્વારા શ્રી હિંગળાજ માતાજીની વિશેષ આરતી તેમજ પૂજા નું આયોજન કરવા માં આવતું હોય છે જે મુજબ પાટણ બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા બ્રહ્મક્ષત્રિય છાત્રાલય પાટણ ખાતે માતાજી ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સાંજે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનો માટે શ્રી હિંગળાજ માતાજીની વિશેષ સમૂહ મહાઆરતી,પૂજા સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યાં હતાં. સમગ્ર આયોજન માં સમાજ ના આગેવાનો દક્ષેશભાઈ ખત્રી, દિપકભાઈ બ્રહ્મક્ષત્રિય, હિતેન્દ્રભાઈ ખત્રી, ધનજીભાઈ ખત્રી સહિત છાત્રાલયના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી