પરશુરામ મંદિર ની સમીપ માં ભગવાન પરશુરામજી ની પ્રતિમાં મૂકવાના નિણૅય ને સમસ્ત બ્રહ્મ સમાજે આવકાર્યો …
પાટણ તા. 28 પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ શહેરના હેરિટેજ માગૅ પર આવેલા પારેવા સકૅલ પર ભગવાન શ્રી પરશુરામજીની અતિ અદ્ભુત પ્રતિમા છત્ર અને લાઇટિંગ ફીચર્સ સાથે મુકવા માટેની મંજૂરી ક્લિમ ફાઉન્ડેશન ને પાલિકા તરફથી મળી ચૂકી છે. ક્લિમ ફાઉન્ડેશન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ ના પ્રયાસ થી આ કામ શક્ય બન્યું છે, આ પ્રતિમાના કારણે હેરિટેજ માર્ગ સુશોભિત બનશે તેમજ બ્રાહ્મણો નું સંગઠન વધુ મજબૂત બનશે . બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ની પ્રતિમા ઝડપથી મુકાય તે માટે પાટણ જિલ્લાના બ્રાહ્મણો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ અને ક્લીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.ત્યારે ઘણા સમયથી બ્રહ્મ સમાજના અને અન્ય સેવાભાવી દાતાઓ દ્વારા શહેરના પારેવા સર્કલ પર ભગવાન શ્રી પરશુરામજી ની પ્રતિમા પ્રસ્થાપિત બને તે માટે દાતાઓ તરફથી પણ તૈયારી બતાવવામાં આવી હતી. આખરે પાલિકા એ મંજૂરી આપતા આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માં આવશે . ક્લિમ ફાઉન્ડેશન દ્વારા કરાયેલી રજુઆત ને બુધવારના રોજ પાટણ નગરપાલિકા ની મળેલી સામાન્ય સભામાં ચચાૅ મા લઈ ભગવાન શ્રીપરશુરામજી ની પ્રતિમા ની જગ્યા બાબતે વિચારણા ના અંતે સવૉનુંમતે મંજૂર કરીને રજુઆત ને માન્ય રાખી આગામી સામાન્ય સભામાં જગ્યા ના નકશા અને પ્લાન રજૂ કરી તેની ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું પાલિકા ના સુત્રોએ જણાવ્યું હતું.