પાટણ તા. ૨૦
સને.૨૦૨૦ ના વારાહી પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ચાણસ્મા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના આધારે ના. પો. અધિ. ડી. ડી. ચૌધરી રાધનપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ ચાણસ્મા પીઆઈ એસ.એફ.ચાવડા ની સુચના આધારે ચાણસ્મા પોલીસ સ્ટાફના માણસો નાશતા-ફરતા આરોપીને શોધી કાઢવા સારૂ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી
હકીકત આધારે વારાહી પોલીસ સ્ટેશનમા વષૅ ૨૦૨૦ મા નોધાયેલ ફરિયાદ નો નાસતા ફરતા આરોપી પટેલ વિષ્ણુભાઇ સગથાભાઇ રહે. દુધવા તા.સુઇગામ બનાસકાંઠાવાળો ચાણસ્મા-વડાવલી ત્રણ રસ્તા ખાતેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧) (આઇ) મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારૂ વારાહી પો.સ્ટે સોંપવાની તજવીજ હાથ ધરેલ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
વારાહી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ છેતરપિંડી ના કેસનો નાસતો ફરતો આરોપી ચાણસ્મા પોલીસના હાથે ઝડપાયો .…
Date: